
ત્રણ વર્ષ પહેલાંની વાત. કોરોના મહામારીમાંથી હજી તો ઘણા દેશોને કળ વળી પણ નહોતી ત્યાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે રશિયાએ પોતાના કરતાં વિસ્તારમાં સાવ બચૂકડા દેશ યુક્રેન પર હુમલો કર્યો. રશિયાનું કદ અને સુપર પાવર બનવાની મહત્ત્વાકાંક્ષા જોતાં બધાને એવું જ લાગતું હતું કે યુક્રેન ઝાઝા દિવસો સુધી યુદ્ધમાં ટકી નહીં શકે, પણ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીને હાર માની લેવી મંજૂર નહોતી.
રશિયા સામે ઝૂકવાની જગ્યાએ ઝેલેન્સ્કીએ પોતે પણ યુદ્ધમાં ઝંપલાવ્યું, ત્યાં સુધી કે યુક્રેનના સામાન્ય માણસો અને વિદેશમાં વસવાટ કરતા યુક્રેનિયન લોકો પણ યુદ્ધમાં ભાગ લેવા પહોંચ્યા. અલબત્ત, આ યુદ્ધમાં યુક્રેનમાં આર્થિક અને લશ્કરી સરંજામનો ઢગલો કરી દેવામાં નાટોના દેશો, ખાસ તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, વગેરેનો મોટો ફાળો રહ્યો. અમેરિકાના બાઈડન પ્રશાસને તો રશિયાને ઝુકાવવા માટે એના પર અનેક જાતના આર્થિક પ્રતિબંધ પણ લાદ્યા હતા.
લશ્કરી દૃષ્ટિએ આ યુદ્ધનું પરિણામ યુક્રેનની તરફેણમાં આવે એ અસંભવ જ હતું. વળી, અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશને રશિયા-યુક્રેન યુદ્ધને
કારણે અસર થઈ રહી હતી. એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પ્રમુખપદે આવતાંની સાથે જ રશિયા અને યુક્રેનને યુદ્ધવિરામ કરવાનો ધમકીભર્યો આદેશ આપી દીધો. એમણે યુક્રેનને સતત મળતી અમેરિકાની મદદ બંધ કરી દીધી. પરિણામે લગભગ ત્રણ વર્ષ સુધી બહાદુરીપૂર્વક કે હઠાગ્રહથી લડ્યા બાદ હવે ઝેલેન્સ્કી અને યુક્રેને વાટાઘાટોથી યુદ્ધનો ઉકેલ લાવવા તૈયારી દેખાડી છે. એની સામે અમેરિકાએ યુક્રેન સામે એક ખાસ મિનરલ ડીલ રજૂ કરી છે.
યુક્રેનની ભૂમિમાં ખરેખર ક્યાં અને કેટલા પ્રમાણમાં ખનિજ છે એનો નક્કી છે કે રશિયાની જેમ અમેરિકાનો ડોળો પણ યુક્રેનના પેટાળમાં
યુક્રેન જો શાંતિપ્રસ્તાવ મંજૂર કરે તો એને ટ્રમ્પે આપેલી ડીલ પણ સ્વીકારવી પડે એવી શરત અમેરિકાની છે. વાટાઘાટો માટે ટ્રમ્પે ઝેલેન્સ્કીને વ્હાઈટ હાઉસમાં તેડાવ્યા પણ હતા. જો કે એ મુલાકાતનું પરિણામ ઉગ્ર બોલાચાલી અને ઝેલેન્સ્કીના અપમાનમાં આવ્યું. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આવા ફારસનું મૂલ્ય મિડિયામાં થોડા દિવસની ચર્ચા સિવાય કશું જ નથી, કેમ કે ખરી સોદાબાજી કૅમેરાની સામે નહીં, પણ કૅમેરાની પાછળ ગુપ્ત રીતે થતી હોય છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

સ્ટારબાલુડાની ઓટીટીથી એન્ટ્રીઃ ચતુરાઈ કે નાદાનિયાં?
જુનૈદ ખાન, સુહાના ખાન, ખુશી કપૂર, ઈબ્રાહિમ અલી ખાન થિયેટરમાં મેળ નહીં પડે, હવે તો ઓટીટી એ જ કલ્યાણ.

એવૉર્ડ્સ... આપણા ને એમના
ભારત હોય કે અમેરિકા, ફિલ્મ એવૉર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે. અમેરિકા પાસે આઠ-નવ દાયકાથી એનાયત થતા ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ્સ જેવાં સમ્માન છે તો આપણે ત્યાં નૅશનલ અને દાદાસાહેબ ફાળકેથી લઈને ડઝનબંધ ખાનગી સંસ્થાના ફિલ્મ એવૉર્ડ્સ છે. આજકાલ બધા જ બધાને એવૉર્ડ આપે છે. આમ તો કોઈ પણ એવૉર્ડ્સ વિવાદાસ્પદ હોય જ, પણ ઓસ્કારમાં વર્ષોથી કલાકાર-કસબીઓ દ્વારા ટ્રૉફી સ્વીકારીને (કે ન સ્વીકારીને) જાતજાતના પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવાની એક પરંપરા રહી છે. આમાં અમેરિકાના પ્રમુખ પણ બાકાત હોતા નથી. જો કે હવે સમય બદલાઈ રહ્યો હોય એવું લાગે છે.

તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?
હોર્મોનલ ફેરફારથી માંડી અમુક ચીજો ખાવાની તલપ સુધી ગર્ભાધાનના આ છે સંકેત.

વડીલો પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ?
વૃદ્ધ માતા-પિતાનાં માન-મર્યાદા ચૂકી જવાના કિસ્સા બહુ વધી રહ્યા છે ત્યારે...

જરદોશીથી ઝળકે છે, સુરતની સૂરત
દેશનું ૯૮ ટકા જરદોશીવર્ક માત્ર સુરતમાં થાય છે. આ કળાની ચમક અગાઉ રાજાઓને આકર્ષતી તો હવે આમ પ્રજાને પણ આકર્ષે છે. સૈકાઓ જૂની આ કળાના વધુ કારીગરો તૈયાર કરવા સુરતમાં હમણાં અનેક પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ત્યારે આ અજાયબ આર્ટ વિશે થોડું જાણીએ.

અશક્ત શરીર, પણ સશક્ત મનથી અસહ્ય બીમારીને આાપી માત
એનો જન્મ જાહોજલાલીમાં થયો. લગ્ન પણ સાધન-સંપન્ન પરિવારમાં થયાં. સુખ-વૈભવથી છલોછલ આ મહિલાને કોઈ વાતની કમી નહોતી, પરંતુ અચાનક એક જટિલ બીમારીએ એના શરીર પર કબજો કર્યો. શરૂઆતની હતાશા ખંખેરી એણે કોઈ વિચારી પણ ન શકે એવા ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. માંદગી, નાણાકીય સંકટ અને કુટુંબની જવાબદારી વચ્ચે અમદાવાદની આ ગૃહિણીએ અસાધારણ હિંમત અને મક્કમતા દાખવી. પોતાની સાહસિકતા સાબિત કરવા સાથે જ જીવનમાં હાર માની ચૂકેલી અનેક મહિલાઓને એ મક્કમ મનોબળથી કોઈ પણ મુશ્કેલી પર જીત મેળવતાં શીખવે છે.

નાના-મોટા સહુને ભાવે ડ્રાયફ્રૂટ મઠો
ઠંડા ઠંડા કૂલ ફૂલઃ આ ડેઝર્ટ છે તો બહુ લહેજતદાર

શૅરબજારને વિદેશી રોકાણ પણ જોઈએ જ છે...
આમ તો નિયમન સંસ્થાએ શૅરબજારની મંદીની-કડાકાની ચિંતા કરવાની ન હોય અને તેજીનાં ગાણાં પણ ગાવાનાં ન હોય, જો કે હમણાં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા જે આક્રમક વેચાણ થતું રહ્યું અને જેને પગલે ભારે કરેક્શનનો દૌર ચાલ્યો એને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ‘સેબી’ના નવા અધ્યક્ષ તુહિન પાંડેએ માર્કેટ, ઈકોનોમી અને રોકાણકારોના વિષયમાં કરેલાં નિવેદનોના સંકેત અને સાર સમજવા જોઈએ.

એ અવશેષો ખરેખર સોમનાથના છે?
એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીના આક્રમણ વખતે સોમનાથના લિંગના ભગ્નાવેષો લઈને તામિલનાડુ પહોંચેલા બ્રાહ્મણપરિવારના વંશજોએ આરસના બે ગોળાકાર ટુકડા શ્રી શ્રી રવિશંકરજીને સોંપ્યા. હવે એ અવશેષોની યાત્રા કાઢવાની તૈયારી થઈ રહી છે ત્યારે જાણીએ, ઈતિહાસ શું કહે છે.