લખનૌની ફેમિલી કોર્ટમાં વકીલો અને કેસ કરનારની ભીડ હતી. જજ સાહેબની કોર્ટની બહાર એક ખૂણામાં છોકરો તેના પેરન્ટ્સ અને છોકરી તેના પેરન્ટ્સ સાથે નંબર આવવાની રાહ જોતા હતા. થોડા સમયમાં પટાવાળાએ બંનેને બૂમ પાડી અને છોકરોછોકરી અંદર ગયા.
જજ સાહેબે પહેલા ફાઈલ જોઈ, પછી છોકરીને પ્રશ્ન કર્યો, “તું પતિ સાથે રહેવા નથી ઈચ્છતી?'’
છોકરી બોલી, “સર, હું પણ ઓફિસ જાઉં છું. ત્યાંથી છૂટીને ઘરે આવતા ઘરના બધા કામ મારે કરવા પડે છે. હું કામવાળી રાખવા ઈચ્છુ છું, પણ સાસુસસરા કામવાળીના હાથનું જમી ના પાડે છે. મેં ખૂબ પ્રયાસ કર્યો કે તેઓ માની જાય. હું એમ પણ ઈચ્છતી નથી કે તે માતાપિતાને મારા લીધે છોડે. આ સ્થિતિમાં એકબીજાથી અલગ થવું એકમાત્ર માર્ગ છે.”
જજ સાહેબે છોકરાના પેરન્ટ્સને બોલાવ્યા અને તેમને સમજાવ્યા કે તેઓ થોડા દિવસ દીકરાવહુને અલગ રહેવા દે. માની લો કે દીકરાવહુની કોઈ બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ. ધીરેધીરે બધું સારું થશે.’’
જજ સાહેબની વાત સાંભળીને પેરન્ટ્સ રાજી થયા અને ધીરેધીરે બધું સામાન્ય થઈ ગયું. આ રીતે સમજાવટથી એક ઘર બચી ગયું.
ફેમિલી કોર્ટના વકીલ મોનિકા સિંહ જણાવે છે, “ડિવોર્સ માટે આવતા કેસમાં સૌથી વધારે સંખ્યા એવા કિસ્સાની છે, જેમાં છોકરી સાસુસસરા સાથે રહેવા ઈચ્છતી નથી.
પ્રાઈવસી જરૂરી છે
છોકરાછોકરીની લગ્નની ઉંમર કાનૂની ભલે ને ૨૧ અને ૧૮ વર્ષની હોય, પરંતુ હવે લગ્નની સરેરાશ ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની થઈ ગઈ છે. મોટાભાગના છોકરાછોકરી નોકરી અથવા બિઝનેસ શરૂ કર્યા પછી લગ્ન કરતા હોય છે. આ સ્થિતિમાં તેમને પરિવાર સાથે રહેવામાં મુશ્કેલી થવા લાગે છે. કેટલાક કિસ્સામાં વિવાદનું કારણ પતિના પરિવાર સાથે રહેવું હોય છે, જેનું નુકસાન છોકરાના માતાપિતાએ પણ ભોગવવું પડે છે.
ઘરેલુ હિંસાના ઘણા બધા કેસમાં છોકરાના માતાપિતાને જબરદસ્તી ઈન્વોલ્વ કરવામાં આવે છે. આ સ્થિતિમાં વૃદ્ધાવસ્થામાં તેમને પણ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં જવું પડે છે. બીજી વાત એ છે કે માતાપિતા સાથે રહેતા બાળકો જિંદગીને ખૂલીને જીવી નથી શકતા.
એકબીજાની જરૂર
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો