પ્રેમ ઉંમર નથી જોતો, મર્યાદા નથી જોતો, બંધન નથી જોતો. જે એક વાર પ્રેમમાં પડી જાય છે તે દરેક પ્રતિબંધ તોડીને પોતાના પ્રેમને ૫૨વાન ચઢાવવા પૂરજોશ પ્રયત્ન કરવા લાગે છે. હા, એવી જ કહાણી છે રાજસ્થાનની કનિકા સોનીની જેને બિહારના જિમ ટ્રેનર લક્કી સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ ભાગીને લગ્ન કરી લીધા.
પહેલાં લોકોનો પ્રેમ સ્કૂલકોલેજ, ઓફિસ કે પછી લગ્નપ્રસંગ જેવી જગ્યાએ પરવાન ચઢતો હતો, પણ હવે તેની જગ્યા જિમ સેન્ટરે લઈ લીધી છે. લોકો જિમમાં પરસેવો પાડતા પ્રેમમાં પડી જાય છે. બિહારના જમુઈના રહેવાસી માતાપિતાએ દીકરીને શહેરના સૌથી મોટા જિમમાં એક્સર્સાઈઝ કરવા મોકલી, પણ દીકરી તે જ જિમ ટ્રેનરને પ્રેમ કરી બેઠી અને બંનેએ માતાપિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા.
માત્ર યુવા જ નહીં, પરંતુ પરિણીત લોકો પણ જિમ ટ્રેનરના પ્રેમમાં પડી જાય છે. એક પરિણીત મહિલાનું કહેવું છે કે તેને પોતાના જિમ ટ્રેનર સાથે પ્રેમ થઈ ગયો, પરંતુ આ વાત તે તેના પતિને કેવી રીતે જણાવે સમજાતું નથી. માત્ર સામાન્ય ઘરની છોકરીઓ કે મહિલાઓનું દિલ જ પોતાના જિમ ટ્રેનર પર આવે છે એવું નથી, પણ વર્કઆઉટ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને દિલ આપી બેઠી આ હસીનાઓ પણ :
આયરા ખાન : આમીર ખાનની દીકરી આયરા ખાનના થોડા મહિના પહેલાં નુપુર શિખરે સાથે લગ્ન થયા, તે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. નુપુર શિખરે આયરાના પપ્પાના જિમ ટ્રેનર હતા. આયરા નુપુરને ૩ વર્ષથી ડેટ કરી રહી હતી.
સુષ્મિતા સેન : મિસ યુનિવર્સનું ટાઈટલ જીતનાર બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન એક સમય પહેલાં મોડલ રોહમાન શૌલને ડેટ કરી રહી હતી. બંને વચ્ચે એટલો પ્રેમ વધી ગયો કે રોહમાન શૌલ સુષ્મિતા સેનના જિમ ટ્રેનર બની ગયા હતા. રોહમાન સુષ્મિતાને જિમ ટ્રેનિંગ આપતા હતા જેના કેટલાય વીડિયો સુષ્મિતાએ ઈસ્ટાગ્રામ પર શેર કર્યા.
નિગાર ખાન: એક્ટ્રેસ નિગાર ખાને સાહિલ ખાન સાથે લગ્ન કર્યા હતા. ક્યારેક બોલીવુડમાં એક્ટિંગ કરનાર સાહિલ ખાન જિમ ટ્રેનર છે. જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફનું પણ નામ જિમ ટ્રેનર સાહિલ સાથે જોડાયું છે. જોકે આયશાએ તેને અફવા કહી હતી.
અલાયા એફ : અલાયા એફનો બોયફ્રેન્ડ ઐશ્વર્ય ઠાકરે પણ પહેલાં જિમ ટ્રેનર હતો. તેનું પણ એક્ટરના બદલે જિમ ટ્રેનર પર દિલ આવી ગયું.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો