આકાશની અનંતતા યુગો-યુગોથી માણસને આકર્ષતી રહી છે. જેમ-જેમ રહસ્યો ખૂલતાં જાય છે તેમ-તેમ નવાં રહસ્યો જન્મતા જાય છે. બ્રહ્માંડના નિતાંત વિસ્તારને પામવા માટે માણસ દરેક યુગમાં મથામણ કરતો રહ્યો છે. આકાશના અતલ અંધકારને ભેદવા માટે અવારનવાર દુનિયાના અગ્રણી દેશો દ્વારા સતત પ્રયત્નો થતા રહ્યા છે. આ અગાસીમાં દેખાતાં આભ સાથે દાદા-દાદીની વાર્તાઓ જોડાયેલી છે, પરંતુ આજે બાળકો ચાંદો-સૂરજ રમતાં રમતાં, CHANDRAYAAN અને ADITYA L-1ની કથા સાંભળશે. એનો હર્ષ દરેક ભારતીયના હૃદયથી છલકાય છે.
તાજેતરમાં જ પ્રાપ્ત થયેલી ચંદ્રયાન૩ની સફળતા પછી વિશ્વભરમાં મોખરે બની ચૂકેલા ભારતના ISROએ હાંસલ કરેલી સિદ્ધિઓથી વૈશ્વિક સ્તરે ભારતનો ડંકોવાગીરહ્યોછે.CHANDRAYAAN3ના લૅન્ડિંગના જીવંત પ્રસારણને ૮ મિલિયનથી વધુ લોકોએ નિહાળ્યું. આ માત્ર આંકડાઓ નથી, લોકોનો દેશ પ્રત્યેનો પ્રેમ છે. રાતોરાત ચોરેચૌટે થતી ચર્ચાઓનો વિષય રાજકારણ અને ફિલ્મોને બદલે ખગોળ વિજ્ઞાન થઈ જાય એ જેવી તેવી વાત નથી.
૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ લૉન્ચ થયેલા ADITYA L-1 પર સૌની મીટ મંડાયેલી છે. તમામ ભારતીયોની અપેક્ષાને પોતાની સાથે લઈને આજે આદિત્ય સૂર્યને નમસ્કાર કરવા માટે રવાના થઈ ચૂક્યું છે. ચોતરફ તેની ચર્ચાઓ પુરજોશમાં ચાલી રહી છે.
જેને વારંવાર આવકારવું ગમે એવા આ અવસર પર અમદાવાદમાં રહેતાં જાણીતા અને માનીતા એવા એસ્ટ્રોનોમર તન્મય વ્યાસ સાથે ADITYA L-1 મિશન પર ખાસ વાતચીત થઈ. અંદાજે ત્રીસેક વર્ષથી ખગોળશાસ્ત્રને પોતાની કર્મભૂમિ બનાવીને જિજ્ઞાસાનો યજ્ઞ પ્રજવલિત રાખતા તન્મયભાઈને સહુ જાણે છે. તેઓ ISRO દ્વારા પ્રમાણિત સ્પેસ ટ્યૂટર છે. પારિવારિક વ્યવસાયથી વિપરીત તેઓ આ ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશ્યા, એ ઘટનાક્રમ પણ ખૂબ રસપ્રદ છે.
અમદાવાદમાં એસ્ટ્રોનોમી ક્લબએસ્ટ્રોનોમર્સ વિધાઉટ બોર્ડર દ્વારા અવકાશ અને ખગોળીય ઘટનાઓ વિશેની રોમાંચક જાણકારીનો પ્રસાર કરતાં તન્મયભાઈએ BSC Chem.નો અભ્યાસ કર્યો છે. હાલમાં એક સીએ ફર્મમાં HR Manager છે. ખગોળ ક્ષેત્રમાં તન્મયભાઈ જાણીતા અને માનીતા કઈ રીતે બન્યા એ વિશે જાણવા માટે આપણે તેમના ભૂતકાળમાં જવું પડશે.
この記事は ABHIYAAN の September 16, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の September 16, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?