હું તમામ આધ્યાત્મિક અને ભૌતિક જગતનો સ્રોત છું; બધું મારામાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનીઓ આ સંપૂર્ણ રીતે જાણે છે; તેઓ મારી ભક્તિમાં વ્યસ્ત રહે છે અને હૃદયપૂર્વક મારી પૂજા કરે છે. શ્રીકૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કરીને અર્જુનને આ કહે છે. આ કથન યુગયુગાંતર સુધી પ્રસરતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિની ધાર્મિક પરંપરામાં શ્રીકૃષ્ણ અવિભાજ્ય છે. સર્વદેવનમસ્કારમ્ કેશવમ્ પ્રતિ ગચ્છતિ - ન્યાયે લોકપ્રીતિના સઘળા પ્રવાહો અને તેમાંથી જન્મતી કલાની સમસ્ત વિધાઓ શ્રીકૃષ્ણનાં વિપુલ વિરાટ સ્વરૂપોની સ્તુતિ કરે છે. શ્રીકૃષ્ણની બહુપરિમાણીય વિભૂતિ વિવિધ રીતે જોઈ પિછાણીને ચાહવામાં આવી છે. ભક્ત એવો આ ભગવાન, એ સહુને પોતીકો લાગે છે.
ધાર્મિક પરંપરા અનુસાર શ્રીકૃષ્ણનાં અનેક મનોહર સ્વરૂપોનું નિરૂપણ સાહિત્ય, સંગીત ઉપરાંત અન્ય દશ્ય કલાઓમાં વિપુલ પ્રમાણમાં થયું છે. તે આપણા રોજિંદા જીવનક્રમમાં એટલી સહજ રીતે વણાઈ ગયું છે કે તેને અલગથી જોવા માટે દૃષ્ટિ કેળવવી પડે. કોઈ વિદ્વાન, કલાકાર હોય કે કોઈ સામાન્ય જન, સૌનાં જીવનદર્શનમાં શ્રીકૃષ્ણ અવિભાજ્ય રીતે સમાયેલા છે અને એ તેમનાં વિચાર, વલણ અને સર્જનમાં નિરાકાર તો ક્યારેક સાકારરૂપે વ્યક્ત થાય છે. તેને ભક્તોની પ્રીતિ પણ કહી શકાય અને કલાકારોની અભિવ્યક્તિ પણ, તેથી તેને ચોક્કસ માધ્યમોની મર્યાદા ક્યારેય નડી નથી.
સમગ્ર ભારતમાં ભીંતચિત્રોનું આકારણ વિવિધ સ્તરે જોવા મળે છે. રામાયણ મહાભારત ગીતા અને તેને અનુસરીને થયેલાં અનેક સર્જનોને આધારે વિવિધ પ્રદેશ-જાતિ-પંથ અને સંપ્રદાયના લોકોએ ભીંતચિત્રો રચ્યાં છે. જુદા-જુદા કાળખંડોમાં તેનાં રૂપ બદલાતાં રહ્યાં છે.
મુંદ્રા-કચ્છના વતની કલા મર્મજ્ઞ પ્રદીપ ઝવેરીએ ભીંતચિત્રોમાં રામાયણના અનુસંધાન અને કૃષ્ણચરિત્રના નિરૂપણ વિશે ગહન સંશોધન કર્યું છે. તેના ફલસ્વરૂપ બે અંગ્રેજી પુસ્તકો Artistic Connections of Ramayana in Wall paintings Life of Krishna Depicted on Wall painting મળ્યાં છે. તાજેતરમાં કલાતીર્થકલાગંગોત્રીના ગ્રંથરૂપે ‘ભીંતચિત્રોમાં કૃષ્ણચરિત્ર' – ગુજરાતી અવતરણ પ્રકાશિત થયું છે. ભુજ-કચ્છના ડૉ. પૂર્વી ગોસ્વામીએ તેનું ગુજરાતીકરણ કર્યું છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/01/2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/01/2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?