જિસસ શ્યામ હતા કે શ્વેત?
ABHIYAAN|December 30, 2023
જિસસ મૂળે કાળા નહીં, પણ ઘેરા ઘઉંવર્ણા હતા એવું ઘણા માને છે. સિસિલીના સિકુલિઆના ગામમાં વર્ષોથી જિસસની બ્લૅક મૂર્તિની યાત્રા કાઢવામાં આવે છે. રશિયામાં જિસસને કાળા દર્શાવતી કેટલીયે કૃતિઓ છે.
ગૌરાંગ અમીન
જિસસ શ્યામ હતા કે શ્વેત?

બ્લેક બોર્ડ પર વ્હાઇટ ચોકથી લખેલું એ સત્ય કોઈકનું હશે ધોળા ડિજિટલ સ્ક્રીન પર કાળા ટાઇપમાં વાંચેલું કશે

જિસસ દેખાવમાં કેવા હતા? ગોરા હતા કે કાળા હતા? સાધારણ ભારતીયને આવા પ્રશ્ન ના થાય કેમ કે આપણા સામાન્ય જીવનમાં ચામડીનો રંગ નિર્ણાયક નથી હોતો. બાહ્ય સૌંદર્ય માટે જે માન્યતા હોય તે, જનરલી આપણી દૃષ્ટિ ત્વચાના વર્ણથી આપણા સંપર્કમાં આવતા માણસોને માપતી નથી. આખું જગત જાણે છે કે વિદેશમાં ગોરા ’ને કાળાનો ભેદ ખૂબ ઘેરો ’ને સદીઓ જૂનો છે. રંગભેદ કે વંશભેદ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે પ્રાંતમાં આમ છે. સફેદ લોકો ગમે તેટલું સફેદ જૂઠ બોલે, વ્હાઇટ-સુપ્રિમસીના અહંકાર જેવું કશું છે એ હકીકત છે. અંગ્રેજોના રાજમાં આફ્રિકા હોય કે ભારત, ધોળિયાઓએ અશ્વેત મનુષ્યોને નીચા 'ને નીચ ગણ્યા છે ’ને અગણિત વાર પશુ ગણ્યા છે. એવી હજારો વર્ષોની દાસ્તાનમાં ઑલમૉસ્ટ ૨૦૨૩ વર્ષ પહેલાં જન્મેલા મસીહા કોકેશ્યન કે વ્હાઇટ ન હતા એવું કેટલાંય લોકો વર્ષોથી માને છે. નેચરલી એ જમાનામાં ફોટોગ્રાફી ન હતી, તેથી સચ્ચાઈ જાણવામાં ઘણી ગૂંચ પડે. જિસસના કોઈ શારીરિક વારસદાર નથી, બાકી હોત તો એમના જનીન પરથી પણ ઘણું જાણી શકાયું હોત. તેવામાં જિસસ ગોરા નહોતા એવો દાવો  કરનારા ખોટા છે તેવું માનવું સહજ નથી એ સમજી શકાય છે.

દુનિયામાં જે કોઈ ખ્રિસ્તી નથી તેવા ધાર્મિકને પાંચ તસવીર બતાવી કહો કે આમાંથી જિસસ કોણ? તો એ સંભાવના પાકી છે કે અપવાદ સિવાય સૌ કોઈ ‘જિસસ’ ઓળખી બતાવે. કેમ કે જિસસનું રૂપ એટલું બધું જાણીતું બનાવવામાં આવ્યું છે. જિસસનો એ આકાર અને રંગ સબકોન્સિયસમાં પણ સજ્જડ રીતે સેટલ થઈ ગયો હોય એમ આપણને અન્યથા વિચારવા માં શાયદ તકલીફ પડે. બેશક જેમને જિસસનો ઉપદેશ પાળવામાં અને ખ્રિસ્તી ધર્મમાં જેને ગોડ કહ્યા છે તેમને પ્રસન્ન કરવા કે પામવામાં જ રસ હોય તેમના માટે જિસસનું બાહ્ય રૂપ ખાસ મહત્ત્વનું નથી રહેતું. બાઇબલ પ્રત્યક્ષ રીતે જિસસની સ્કિનના કલર અંગે કશું કહેતું નથી. કહેવાય છે કે જિસસ યહૂદી કે હિબ્રૂ હતા. કોઈ દૃષ્ટિથી એ ત્યારના પેલેસ્ટાઇનના હતા અને કોઈ દૃષ્ટિથી એ ત્યારના ઇઝરાયલના હતા, સ્મરણમાં રહે કે મહંમદ સાહેબનો જન્મ થયો તેનાં વર્ષો પહેલાંની આ વાત છે. બહુ બધાં માને છે કે જિસસ સિમીટિક વંશના હતા.

この記事は ABHIYAAN の December 30, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の December 30, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
આંદોલનની આસપાસ...ચોપાસ
ABHIYAAN

આંદોલનની આસપાસ...ચોપાસ

• આંદોલન સ્વયં એક શસ્ત્ર છે, પરંતુ તેનું જે શાસ્ત્ર બન્યું છે એ તો થઈ ચૂકેલા આંદોલનના અનુભવોના આધારે બન્યું છે. • નવનિર્માણ સ્વયંભૂ આંદોલન હતું અને તેના નેતાઓ કોઈ સ્થાપિત કે અનુભવી નેતા નહીં, પણ વિદ્યાર્થીઓ જ હતા. • ગુજરાતી સાહિત્યમાં આ આંદોલનનું પ્રતિબિંબ ઝીલાય એવી કૃતિ સર્જાઈ નથી.

time-read
4 分  |
Abhiyaan Magazine 02/09/2022
વિશ્વની યુવા શક્તિનાં કેટલાંક સર્વ સામાન્ય તત્ત્વો
ABHIYAAN

વિશ્વની યુવા શક્તિનાં કેટલાંક સર્વ સામાન્ય તત્ત્વો

• સારાયે યુવા જગતની સરખામણીમાં આંદોલનમાં સક્રિય થનારા યુવાનો ઓછા હોય છે. • તેઓ રાજનીતિને પ્રભાવિત કરવા ઇચ્છે છે, તેઓ કિનારા પર રહે છે, પરંતુ રાજનીતિના સમુદ્રમાં કૂદી પડતા નથી. • તેઓ પોતાનાથી મોટા, પીઢ લોકો સાથેના વિચારભેદને સહન કરી શકતા નથી.

time-read
5 分  |
Abhiyaan Magazine 02/09/2022
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

યુએસએ વિઝા વિન્ડો (૨)

time-read
3 分  |
Abhiyaan Magazine 24/08/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

સ્કિન પીલિંગ થવા પાછળનાં કારણ અને નિવારણ

time-read
2 分  |
Abhiyaan Magazine 24/08/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ

રાઇટ એન્ગલ, રાઇટ ટાઇમ સારા ફોટોગ્રાફરતી છે યોગ્યતા

time-read
3 分  |
Abhiyaan Magazine 24/08/2024
ઉત્સવથી આફત સુધી સાથે રહેવાની ભાવના એટલે રક્ષાબંધન
ABHIYAAN

ઉત્સવથી આફત સુધી સાથે રહેવાની ભાવના એટલે રક્ષાબંધન

માનવીય સંબંધોમાં ભાઈ-બહેનનું હેત એવી લતા છે, જે રાખડીના સૂતરના તાંતણે લીલીછમ્મ કોળે છે. આ સંબંધ બાળપણની ‘પોચી પૂનમ’ના આનંદથી લઈને જીવનની કઠિન ક્ષણોના સધિયારા સુધી અનેરો સંબંધ છે.

time-read
3 分  |
Abhiyaan Magazine 24/08/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

રાજસી મહેલોનો સોનેરી શણગાર: ઉસ્તા કલા

time-read
4 分  |
Abhiyaan Magazine 24/08/2024
ચર્નિંગ ઘાટ .
ABHIYAAN

ચર્નિંગ ઘાટ .

જાલફ્રેઝીની જાનદાર જાળ

time-read
8 分  |
Abhiyaan Magazine 24/08/2024
કરવા જેવો એક સત્યનો પ્રયોગ રાજકીય રક્ષાબંધન
ABHIYAAN

કરવા જેવો એક સત્યનો પ્રયોગ રાજકીય રક્ષાબંધન

શાસકપક્ષ અને વિરોધપક્ષ બંને એકબીજાનું રક્ષાબંધન કરે.

time-read
5 分  |
Abhiyaan Magazine 24/08/2024
કચ્છમાં સહકારી ખેતીનો નવો પ્રયોગ
ABHIYAAN

કચ્છમાં સહકારી ખેતીનો નવો પ્રયોગ

મોંઘવારી વધી રહી છે, ખેતી કરવી મોંઘી પડી રહી છે. ઉત્પાદન ખર્ચ જેટલું વળતર અનેક વખત મળતું નથી. કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણા જેવા સરહદી તાલુકામાં સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. નવી પેઢી ખેતીમાં આવવા રાજી નથી. ત્યારે ખેતીને પોષણક્ષમ બનાવવા, જમીનો ઉજ્જડ બનતી અટકાવવા માટે એક નવો પ્રયોગ કચ્છની ધરતી ઉપર થઈ રહ્યો છે. તે છે સહકારી ખેતીનો.

time-read
5 分  |
Abhiyaan Magazine 24/08/2024