ઉત્તર ભારતનું ઉત્તરાખંડ ૨૦૦૭ સુધી તો ઉત્તરાંચલ હતું. ગઢવાલ અને કુમાઉમાં વિભાજિત તેર જિલ્લાઓ ધરાવતું આ ઉત્તરાખંડ એટલે આપણી દેવભૂમિ જ્યાં પ્રાચીન હિન્દુ મંદિરો અને મંદિર સમૂહો આપણી હિન્દુ પરંપરાઓના દીવાને અખંડ રાખે છે અને અખંડ રાખે છે શ્રદ્ધા અને આસ્થાની અવિરત યાત્રાને પણ.
અનેક તીર્થસ્થાનો અને યાત્રાધામોથી ઉનાળે માલામાલ થતાં આ રાજ્યના અલમોડા જિલ્લામાં અલ્મોડાથી માત્ર ૩૬ કિલોમીટર દૂર જાગેશ્વરધામ તરીકે પ્રચલિત ૧૨૪ શિવ મંદિરોનો સમૂહ છે, જે સાતમીથી ચૌદમી સદીનો ઇતિહાસ લઈને સદીઓથી શિવપ્રેમી પ્રવાસીઓને અને સ્થાપત્યના અભ્યાસુઓને આકર્ષે છે.
આ કુમાઉ પ્રદેશની જાગેશ્વરવેલીમાં સ્થિત આ શિવ મંદિરો જટાગંગાના કિનારે ૬,૧૩૫ ફૂટની ઊંચાઈ પર દેવદારનાં જંગલોની વચ્ચે આવેલાં છે. લિંગ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ દ્વારા સ્થાપિત બાર જ્યોતિર્લિંગમાં નું એક આ જાગેશ્વરધામ સપ્તઋષિઓની તપોભૂમિ છે, જે અનુષ્ઠાનો, યજ્ઞો અને વિશ્વ પ્રવાસીઓના શ્રદ્ધેય દર્શનથી સભર છે. એટલું જ નહીં, સ્કંદપુરાણના માનસ ખંડમાં ઉલ્લેખિત આ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગના પ્રવાસ વૃત્તાંતમાં પણ જોવા મળે છે.
એક જમાનામાં કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાનનો એક વિરામ ગણાતું જાગેશ્વરધામ શિવના અઠ્યાવીસમાં અવતાર લકુટ એટલે દંડ ધારણ કરેલા લકુલીશના લકુલીશ શૈવિઝમનું કેન્દ્ર પણ હતું અને સાધકોની સાધનાથી સમૃદ્ધ હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ મુજબ ૨૫૦૦ વર્ષ પ્રાચીન આ મંદિર સમૂહો ગુપ્તકાળ પછી સાતમીથી બારમી સદી સુધીમાં અહીં રાજ કરતાં કહ્યુરી રાજાઓએ બંધાવેલાં મધ્યયુગીન મંદિરો છે.
જટાગંગાના ડાબા કિનારે ખૂબ ઊંચા દળદાર દેવદારનાં વૃક્ષો વચ્ચે પથરાયેલાં આ મંદિરોમાં શિવ, લકુલીશ, જાગેશ્વર, કેદારેશ્વર, મૃત્યુંજય, પુષ્ટિદેવી, લક્ષ્મી, દુર્ગા અને ચંડિકા બિરાજમાન છે.
એક માન્યતા મુજબ સ્વર્ગારોહિણી તરફના મહાપ્રસ્થાન પહેલાં પાંડવોએ અહીં જાગેશ્વરમાં જટાગંગાના કિનારે પૂજા-અર્ચના અને વિધિવિધાનો કરેલા અને આથી જ જાગેશ્વર મંદિર સમૂહોને અડીને વહેતી પતિતપાવન જટાગંગાનો કિનારો અહીંનાં આસપાસનાં ગામોનું સ્મશાન છે, જ્યાં દરેક ક્ષણે થતાં એકાદ અગ્નિસંસ્કારથી વાતાવરણ ધુમાડાના લેયર્સમાં લપેટાયેલું અને ઘૂસર હોય છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 20/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 20/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?