સેક્સટૉર્શન શબ્દ સેક્સ અને એક્સટૉર્શન એ બે જૂના શબ્દોને જોડીને રચવામાં આવ્યો છે. એક્સટૉર્શનનો અર્થ છે, ધાકધમકી, બ્લૅકમેઇલિંગ દ્વારા પૈસા કે ચીજવસ્તુની વસૂલી કરવી. જ્યારે સત્તાધીશો, સરકારી બાબુઓ સેક્સની ફેવર મેળવી બદલામાં પરિમટો ઇસ્યુ કરે, પરવાના કે કોન્ટ્રાક્ટ આપે, પૅમેન્ટ પાસ કરે અથવા શિક્ષકો સેક્સના બદલામાં માર્ક્સ વધારી આપે અથવા નિર્માતા, નિર્દેશક ફિલ્મમાં કામ આપે વગેરે સેક્સટૉર્શનના પ્રકાર છે, પરંતુ હમણાંના સમયમાં ઇન્ટરનેટનો વ્યાપ જગતભરમાં વધ્યો, મોબાઇલ કૅમેરાફોન સામાન્ય થઈ પડ્યા તેમ જ પૈસાની ચુકવણીની રીતો સામાન્ય અને સરળ બની ગઈ. તેથી એક નવા પ્રકારનું સેક્સટૉર્શન જગતભરમાં પ્રચલિત થયું છે. અગાઉ જે સેક્સટૉર્શન ચાલતું હતું અને હજી પણ ચાલે છે, તેમાં શારીરિક સંબંધ બાંધવાની છૂટ આપીને ફેવર કરાતી હતી અને હજી પણ થતી હશે. જ્યારે નવા પ્રકારના સેક્સટૉર્શનમાં જગતના દૂરના ખૂણેથી, વ્યક્તિગત સંપર્કમાં આવ્યા વગર, વ્યક્તિની સાચી કે ઊપજાવી (મોર્ફ) કાઢેલી ક્ષોભજનક નગ્ન તસવીરોને હથિયાર બનાવી, વ્યક્તિને વધુ શરમજનક હાલતમાં દુનિયા સમક્ષ રજૂ કરવાની ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. વ્યક્તિની શરમ અને લજ્જાનો ફાયદો ઉઠાવવામાં આવે છે.
આ દૂષણ અંદરથી ખૂબ ફેલાઈ ચૂક્યું છે. એક તો લોકો શરમના માર્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં નથી. જાય તો પણ એમનો કેસ જાહેરમાં પ્રગટ ન થાય તેની ખાસ કાળજી લે છે.
સેક્સટૉર્શન બ્લેકમેઇલરો (સ્કેમર્સ) કિશોરો અને નવયુવાનોને ખાસ નિશાન બનાવે છે, કારણ કે તેઓની માનસિક અને સામાજિક સ્થિતિઓ એવી હોય છે, જેમાં તેઓને નિશાન બનાવવાનું આસાન હોય છે. એમ તો તેઓ યુવાનો અને બુઝુર્ગોને પણ નિશાન બનાવે છે, પણ મોટી ઉંમરના લોકો અનુભવી અને માહિતગાર હોવાથી જલ્દીથી પકડમાં આવતા નથી.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.