ઉનાળામાં મનાલી ઓવર ક્રાઉડેડ હોય છે, કારણ કે કેટલાક માટે મનાલી જાણે બરફાચ્છાદિત પર્વતો જોવાનું પ્રવેશદ્વાર છે, તો કેટલાક માટે તે કેમ્પિંગ-ટ્રૅકિંગની પા પા પગલી હોવા ઉપરાંત બૃહદ હિમાલયના કેટલાંક ડેસ્ટિનેશન્સ સુધી પહોંચતા પહેલાંનો એકાદ-બે દિવસનો આરામ-વિરામ કે કહો ઓવર નાઇટ સ્ટે પણ છે.
દર વર્ષે મે-જૂનના માત્ર બે મહિનામાં પાંત્રીસ લાખ જેટલા પ્રવાસીઓથી, લિટરલી, ખદબદતા મનાલીમાં રહેવાનું-ફરવાનું અવોઇડ કરતાં અનેકો હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી મનાલીથી માત્ર બાવીસ કિલોમીટર દૂર રહેલા નગર નામના હિમાચલી ગામમાં રહે છે અને આ પ્રાચીન નગરના રૂપકડા સ્થળોને એક્સપ્લોર પણ કરે છે.
બિયાસ નદીના ડાબા કિનારે ધબકતું આ ચિત્રમયી ગામ ૫૯૦૦ ફૂટ ઊંચું છે. એક જમાનામાં ૧૪૦૦ વર્ષો સુધી કુલ્લુ રાજ્યની રાજધાની રહી ચૂકેલું આ નાનકડું નગર હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં તેના નયનરમ્ય દૃશ્યફલકોથી શાંતિ શોધતા પ્રવાસીઓનું દિલ જીતી રહ્યું છે.
હિમાલયની રાજધાની શિમલાથી ૨૩૦ કિલોમીટર ઉત્તરે સ્થિત આ નગરની ઉત્તરે લાહૌલ છે; પૂર્વે સ્પિતી છે અને દક્ષિણે કુલ્લૂ છે. મનાલી, કેલોન્ગ, મંડી, સુંદરનગર અને હમીરપુર જેવાં નગરોથી નજીક આ નગ્ગર વિરુધ્ધ પાલે સ્થાપેલું નગર છે અને જ્યાં સુધી રાજા જગતસિંહ દ્વારા કુલ્લૂના સુલ્તાનપુરમાં રાજધાની ખસેડવામાં ન આવી ત્યાં સુધી આ નગ્ગર રાજવી ઘરાનાનું મુખ્યાલય પણ હતું.
પ્રાકૃતિક સૌંદર્ય, લીલીછમ ખીણ અને ટેકરીઓ-પર્વતોથી હર્યાભર્યા આ ગામની આબોહવા માઇલ્ડ એટલે શીતોષ્ણ છે. વર્ષ પર્યન્ત પર્યટકોને આકર્ષતા આ ગામનો ઉનાળો એપ્રિલથી જૂનનો છે, જેમાં તેરથી પચ્ચીસ સેલ્સિયસ વચ્ચેનું તાપમાન ખુશનુમા હોય છે અને ફૂલોથી રંગીન પણ હોય છે. જુલાઈથી ઑગસ્ટની વર્ષાઋતુ એવરેજ વરસાદ સાથે ધુમ્મસની દુનિયા લઈને નગ્ગર પર છવાઈ જાય છે અને આપણે પર્વતો અને કોતરોને જોઈ ન શકીએ એવું ફોગી વાતાવરણ આપણને હિમાચલના મોન્સુન મૂડમાં લઈ જાય છે.
નવેમ્બરથી ફેબ્રુઆરીના શિયાળા દરમિયાન અહીંનું તાપમાન શૂન્ય સેલ્સિયસે પહોંચે છે અને આ પ્રદેશ અનરાધાર વરસાદ સાથે બરફ વર્ષામાં સમથળ શ્વેત થઈ, અસલ હિમાલયન રખડુઓ અને સાહસિકોને આવકારે છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 08/06/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 08/06/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?