એ ‘સ્વ’ સાથે સેતુ રચી આપે છે. સતત બહારની દુનિયાને નીરખતી આંખોને અંતરમાં ડોકિયું કરવાની કેડી કરી આપે છે. રોજિંદા વપરાશની સ્થૂળ ચીજ હોવા છતાં અરીસો કેવો સજીવ પાત્ર સામો લાગે છે! તે વ્યક્તિને જીવંત હોવાની ધરપત આપે છે. અરીસો જાદુઈ છે, અરીસામાં નીરખતાં ધીરે-ધીરે વ્યક્તિત્વના અજાણ્યા રહસ્ય ખૂલતાં જાય છે. જોનાર પોતાને પ્રેમ કરતો થઈ જાય છે. નાના-મોટા સહુએ આવો અનુભવ કર્યો હશે. કોઈને કહી ન શકાય એવા અનેક ભાવોને સાચવીને બેઠેલો અરીસો વિષાદી ક્ષણોમાં વફાદાર સાથી બને છે.
માણસે સૌ પ્રથમ પોતાનું પ્રતિબિંબ પાણીની ચંચળ સપાટી પર જોયું હશે, ત્યારે તેને એ છબીને સ્થિર કરીને નીરખવાનું અને પછી સંઘરી રાખવાનું મન થયું હશે. એ પછી સદીઓની મથામણોને પરિણામે એ સફળ થયો અને આજે તે આપણાં જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યો છે.
કહેવાય છે કે સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે અરીસામાં પોતાને જુએ છે ત્યારે તેમાં દેખાતા પ્રતિબિંબમાં દસ ટકા વાસ્તવ અને બાકીના નેવું ટકા તેની કલ્પના રહેલી હોય છે, પરંતુ આ માત્ર મનોવૈજ્ઞાનિક તથ્ય નથી. સામાન્ય રીતે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે અરીસો પણ સો ટકા સાચું પ્રતિબિંબ દર્શાવતો નથી એ પણ હકીકત છે. તો પછી ૧૦૦% સાચું બોલતું દર્પણ ક્યાંય છે ખરું? તેનો હકારાત્મક જવાબ છે, કેરળનો પ્રસિદ્ધ ધાતુ નિર્મિત દર્પણ ‘અરનમૂલા કન્નાડી’.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 10/08/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 10/08/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?