ચિત્રલેખાના આ પત્રકાર તથા એના જેવા અનેક લોકો માટે કારગિલ વૉર મેમોરિયલ એ તીર્થસ્થળ છે, જ્યાં જઈને માથું નમાવવું, થોડી વાર મૌન બેસીને આપણી છાતી પહોળી બનાવનાર શૂરવીરોનાં સ્મરણ કરવાં, યુદ્ધની અથથી ઈતિ માહિતી આપતી તકતી, ફોટોગ્રાફ્સ નિહાળવા, વગેરે ભક્તિથી વિશેષ બીજું કંઈ નથી.
જેમ કે આયખાના આઠ દાયકા પૂર્ણ થઈ ગયા હોવા છતાં કારગિલનું નામ પડતાં જ રાજકોટના જયંતીભાઈ કાલરિયાની આંખોમાં ચમક આવી જાય છે. હજી બે મહિના પહેલાં, ૮૧ વર્ષની વયે એ લેહ-લડાખનો પ્રવાસ ખેડીને આવ્યા. એ ચિત્રલેખાને કહે છેઃ ‘અગાઉ હું કશ્મીર ગયો હતો, પરંતુ કારગિલ-લેહ પહેલી વાર જોયાં. મારે ખાસ તો વૉર મેમોરિયલ જોવાની ઈચ્છા હતી. ગયા મહિને (૨૧ જૂને) અમે વૉર મેમોરિયલ પહોંચ્યા. એ સ્થળના તરંગ જ કંઈ જુદા છે. રાષ્ટ્રધ્વજ, બોફર્સ તોપ, શહીદ જવાનોની તસવીરો, જ પ્રતિમા જોઈ અમે વીર જવાનોને બે હાથે સલામી આપી. ખરેખર, ઈન્ડિયન આર્મીએ આ વૉર મેમોરિયલ બનાવીને શહીદ વીર જવાનોને અમર કર્યા છે. દરેક દેશવાસીઓએ કારગિલ જઈને મેમોરિયલ જોવું જોઈએ.’
કારશિલ યુદ્ધ સ્મારક, શહીદ વીર જવાનોની તકતીઓ, પેન્ગોંગ લેક, બૌદ્ધ મઠ: લેહ-લડાખમાં કુદરતી સૌંદર્ય ઉપરાંત ઍડવેન્ચર-ઈતિહાસ-અધ્યાત્મથી લઈને આકાશદર્શન, વિન્ટર ગેમ્સ, શૉપિંણ બધું જ છે.
૧૯૮૯માં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દરમિયાન સહકાર મંત્રી રહી ચૂકેલા જયંતીભાઈ કાલરિયા ઉમેરે છે કે અમે મિત્રોએ કારગિલ વૉર મેમોરિયલમાં રાષ્ટ્રગીત ગાઈને જયઘોષ કર્યો. વળી, અમે ત્યાં ગયા એ જ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી નજીકમાં યોગાસન કર્યાં. અત્યારે મારી ઉંમર છે ૮૧ વર્ષ. કારગિલ-દ્રાસ સેક્ટર ૧૦,૮૦૦ ફૂટની ઊંચાઈ પર હોવાથી ત્યાં હવા પાતળી થઈ જાય છે. મેં જરૂરી દવા સાથે લીધી હતી, પરંતુ સદ્ભાગ્યે એ લેવાની જરૂર ન પડી. અમને સૂચના આપવામાં આવી હતી એમ, કારગિલ સેક્ટરમાં પહોંચ્યા બાદ શરીરને શ્રમ ન પડે એ માટે જરૂર પૂરતું જ બોલવાનું રાખ્યું હતું એટલે ૮૦ વર્ષે પણ કોઈ મુશ્કેલી ન પડી. વૉર મેમોરિયલની મુલાકાત એ મારા જીવન નો સૌથી યાદગાર અનુભવ રહ્યો.
この記事は Chitralekha Gujarati の July 29, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の July 29, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.