વાત બરાબર એક સદી પૂર્વેની છે. કલ્પના છે, ગુજરાતની પ્રજાને વિશ્વની ગતિવિધિ અને સંસ્કારઘડતરની સામગ્રી આપતું સામયિક પ્રગટ કરવાની. એ સામયિક એટલે કુમાર. એક સદી પૂર્વે ગુજરાતી ભાષામાં વિશ્વનાં સ્પંદનોને ઝીલીને પ્રગટ થયેલું કુમાર સામયિક એકસો વર્ષ પૂર્ણ કરે એ ઘટના ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસનું મહત્ત્વનું સોપાન છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનાં ઘડતરમાં એણે મહત્ત્વનું યોગદાન આપ્યું અને એથીય વિશેષ તો ગુજરાતને જ્ઞાન અને માહિતીની દૃષ્ટિએ સમૃદ્ધ કરવાની એક સુદીર્ઘ પરંપરા એણે આજ સુધી જાળવી રાખી છે. કુમારના પ્રથમ અંકમાં બચુભાઈ રાવતે નિવેદન આપતાં લખ્યું હતું કે આવતી પેઢીને ખમીરવંતી બનાવવાનો આ સામયિકનો આશય છે.
એનો પ્રારંભ કર્યો ગુજરાતના કળાગુરુ રવિશંકર મહાશંકર રાવળે. એ સમયે ભેખધારી પત્રકાર હાજી મહમ્મદ અલારખિયાનું વીસમી સદી સામયિક એની લેખસામગ્રી અને સચિત્રતા માટે વિશેષ જાણીતું હતું, પરંતુ હાજી મહમ્મદ અલારખિયાના અવસાન પછી વીસમી સદી બંધ પડ્યું. એ સમયે એમની સાથે નિકટતાથી સંકળાયેલા કળાગુરુ રવિશંકર રાવળના મનમાં એક સચિત્ર સામયિક શરૂ કરવાનો વિચાર જાગ્યો. એમણે વિચાર્યું કે ‘આપણે પ્રજાજીવન ખીલવવું હોય તો શાળા અને ઘરની વચ્ચે સંબંધ સાધતું વ્યવહાર, સાહસ અને ચારિત્ર્યમાં સજગતા તથા તાલીમ આપે એવું પત્ર કાઢવું જોઈએ.’
ચિત્તમાં આ વિચાર ચાલતો હતો એ સમયે રવિશંકરભાઈ ભાવનગર ગયા. ત્યાં દક્ષિણામૂર્તિમાં અનંત અને ઉપેન્દ્ર પંડ્યા તથા બીજા કેટલાક વિદ્યાર્થી સાથે મળીને કુમાર નામનું હસ્તલિખિત સામયિક ચલાવતા હતા એ એમણે જોયું. ચૌદેક વર્ષના આ વિદ્યાર્થીઓ પાસેથી કળાગુરુ રવિશંકર રાવળે પોતાના સામયિકના નામની પસંદગી કરી અને એના પ્રથમ અંકમાં અનંત અને ઉપેન્દ્ર કુમારના પહેલા તંત્રીઓ નામનો લેખ લખ્યો. એમનું ઔદાર્ય તો એવું કે એમણે ૧૯૧૮ની ૩૦ જાન્યુઆરીએ પોતે દોરેલાં બે વિદ્યાર્થીનાં સ્કેચ પણ આ લેખ સાથે છાપ્યાં. એ જમાનામાં અમદાવાદમાં બ્લૉક બનાવવાની સગવડ નહોતી આથી એક નવા સાહસ સાથે કુમાર સ્ટુડિયો શરૂ કર્યો. એમની સાથે બચુભાઈ રાવત નવજીવનની નોકરી છોડીને કુમાર સામયિકમાં જોડાયા.
この記事は Chitralekha Gujarati の October 21, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の October 21, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.