મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

ઉમેદવારોની આવી ખીચડી ભાગ્યે જ કોઈ રાજ્યની પ્રજાએ જોઈ હશે. જ ગણિત સાફ છે. એક સામે એક એવું સમીકરણ છે. હા, થોડા નાના-છૂટાછવાયા પક્ષો તથા કેટલાક બળવાખોર ઉમેદવારો પણ છે ખરા. જો કે ખરી લડત આ બધા વચ્ચે નહીં, પરંતુ બે યુતિ વચ્ચે છે અને એમાં પણ અંદરોઅંદર સાથી પક્ષો વચ્ચે છે.
ચિત્રલેખાનો આ અંક વાચકોના હાથમાં હશે ત્યારે મહારાષ્ટ્રની નવી વિધાનસભા માટે મતદાન પૂરું થઈ ગયું હશે અને એનાં પરિણામની રાહ જોવાતી હશે. રવિવારે આવનારાં પરિણામ વિશે અટકળ પણ ઘણી થઈ રહી છે, પરંતુ દરેક વખત ચૂંટણીના વરતારા સાચા પડતા નથી અને વરતારા સાચા પડે તો પણ પરિણામોની પછવાડે જે રમત રમાતી હોય છે એના આધારે નવી સરકાર કોની બનશે એ નક્કી થતું હોય છે.
અને મહારાષ્ટ્રની જનતાને વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં એનો અનુભવ થઈ જ ગયો છે. ભાજપ અને અવિભાજિત શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યાં, પરંતુ મુખ્ય પ્રધાનની ગાદી માટે બન્ને ઝઘડ્યાં અને છૂટાં પડી ગયાં. એ પછી તો ન થવાનું થયું. ભાજપે શરદ પવારના અતિ મહત્ત્વાકાંક્ષી ભત્રીજા અજિત પવારને ફોડ્યા અને એક સવારે કૂકડાને બોલવાનો મોકો મળે એ પહેલાં એમની સાથે ઘરઘરણું કરી લીધું. જો કે લગ્નની મેંદીનો રંગ ઊતરે એ પહેલાં શરદરાવ એમના ભત્રીજા અજિતને પાછા સ્વગૃહે લઈ ગયા અને એ સાથે મહારાષ્ટ્રની સૌથી ટૂંકી મુદતની સરકારનું આયખું પૂરું થયું.
この記事は Chitralekha Gujarati の December 02, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の December 02, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...
દુનિયાની સૌથી પ્રાચીન કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર ખેલાતી પ્રસિદ્ધ મસાણ હોળીમાં આ વર્ષે શું બન્યું? ભડભડતી ચિતાની વચ્ચે દેવાધિદેવ મહાદેવના ભક્તો રાખથી હોળી રમે છે એની પાછળનાં કારણ બડાં રસપ્રદ છે.

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?
વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...
સાચું કહેજો, ભારતીય અર્થતંત્રના વિકાસ વિશે તમે શું માનો છો? માત્ર શૅરબજારની ચાલ અને હાલને જોઈને જવાબ નહીં આપતા. શૅરબજાર ભલે ઈકોનોમીનું બેરોમીટર ગણાતું, પરંતુ ખરેખર સ્ટૉક માર્કેટ તો માત્ર સંકેત છે, એને પૂર્ણ આધાર માની શકાય નહીં. આટલી પાયાની સમજ સાથે આપણે દેશના અર્થતંત્ર વિશે વૈશ્વિક સંસ્થા-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ શું માને છે એના પર નજર કરીએ.

પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.

સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?
જડસુ તાલિબાની શાસકોની તો વાત જ જવા દો, પણ બીજે પણ મહિલાઓના હાલ બહુ સારા તો નથી જ.

સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...
નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...
દરદીઓને અમૃતપાન કરાવે છે આ દંપતી

તુજ સંગ પ્રીત લગાઈ સોના...
માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?

નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?
માનવવસતિ વધે છે એમ ઘર સહિતનાં બાંધકામોનું પ્રમાણ પણ ઊંચું ને ઊંચું જઈ રહ્યું છે. એને પરિણામે રેતીની ડિમાન્ડ સતત વધી રહી છે અને એનું ખનન પણ ભયજનક પ્રમાણમાં થવા લાગ્યું છે.

આજ એમના મંદિરિયામાં મહાલે શ્રીનાથજી
વૈષ્ણવજન તે આનું નામ: ગરીબ શ્રીજીભક્તોને નાથદ્વારાની જાત્રા કરાવવાનો સેવાયજ્ઞ જિજ્ઞેશ કાણકિયા, કનુભાઈ મહેતા અને નીલેશ સંઘવીએ છેલ્લાં ૧૧ વર્ષથી પ્રજ્વલિત રાખ્યો છે.