સ્ટાર્ટઅપનું નવું ડેસ્ટિનેશન ભારત
ABHIYAAN|September 03, 2022
બદલાતા વૈશ્વિક પવનો વચ્ચે સ્ટાર્ટઅપની દુનિયામાં હવે ભારતનો ડંકો વાગશે એવો માહોલ સર્જાતો દેખાઈ રહ્યો છે. તાજેતરમાં જ ભારતે સ્ટાર્ટઅપની દુનિયામાં હનુમાન કૂદકો લગાવ્યો છે અને દેશમાં યુનિકોર્ન્સની સંખ્યાએ સદી વટાવી છે. દેશમાં નોંધાઈ રહેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં તો ભારે ઉછાળો છે જ પરંતુ સાથે-સાથે તેમને નોંધપાત્ર ફન્ડિંગ પણ મળી રહ્યું છે અને તેઓ આશ્ચર્યજનક પ્રગતિ પણ કરી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ બૂમની પાછળ કયાં કારણો છે? બદલાતા વૈશ્વિક માહોલમાં કેમ આ ઘટના ખૂબ અગત્યની છે? ભારતના અર્થતંત્ર પર તેની કેવી અસરો થશે? વાંચો આ વિગતવાર અહેવાલ...
આર્જવ પારેખ
સ્ટાર્ટઅપનું નવું ડેસ્ટિનેશન ભારત

ભારત માટે સામાન્ય રીતે એવું કહેવાય છે કે એ નોકરી કરનારાઓનો દેશ છે નોકરી આપનારનો નહીં. વધતી બેરોજગારી જ્યારે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે ત્યારે ભારત માટે એક સમાચાર આશાનું કિરણ લઈને આવી રહ્યા છે. એવું લાગે છે કે ભારતમાં હવે સ્ટાર્ટઅપને અનુકૂળ માહોલ સર્જાઈ રહ્યો છે. દિવસે ને દિવસે ભરપૂર માત્રામાં નવી કંપનીઓ રજિસ્ટર થઈ રહી છે. એ તો ઠીક એ સફળ પણ નીવડી રહી છે અને વ્યાપક પ્રમાણમાં પ્રગતિ કરી રહી છે. આ કંપનીઓ અઢળક માત્રામાં રોકાણ મેળવી રહી છે અને વિદેશી રોકાણકારોને પણ આકર્ષી રહી છે.

આંકડાઓ પર નજર નાખીએ તો જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયગાળામાં ભારતમાં સ્ટાર્ટઅપ્સે ૮.૪ અબજ ડૉલરનું ફર્નિંગ મેળવ્યું છે જે ગત વર્ષ કરતાં ૨૨ ટકાનો વધારો સૂચવે છે. સૌથી આશ્ચર્યજનક સમાચાર તો એ છે કે જૂન મહિનાના અંત સુધીમાં જ ભારતમાં ૧૪ યુનિકોર્ન્સ બની ચૂક્યા છે. આ યુનિકોર્ન્સ એટલે એવી કંપનીઓ કે જેમનું વેલ્યુએશન એક અબજ ડૉલરને આંબી ચૂક્યું છે. સમગ્ર વિશ્વમાં ૧૯૭૯ યુનિકોર્ન્સ છે જેમાંથી એકલા અમેરિકા પાસે જ ૧૦૩૬ છે જ્યારે ચીન પાસે ૨૫૨, તો યુનાઇડેટ કિંગડમ પાસે ૧૦૦ યુનિકોર્ન્સ છે. ગત ૬ મે, ૨૦૨૨ના રોજ ફિનટૅક સ્ટાર્ટઅપ ‘ઓપન’ એ ભારતનું ૧૦૦મું યુનિકોર્ન બની ચૂક્યું છે અને ભારતે યુનાઇટેડ કિંગડમની બરાબરી કરી લીધી છે. આંકડાઓ જોઈએ તો એવું કહેવાય કે ભારતમાં દર પાંચ દિવસે એક યુનિકોર્ન ઉમેરાઈ રહ્યું છે. આ કંપનીઓને મળી રહેલા ફંડમાં સૌથી વધુ ૫૦ ટકા ફન્ડિંગ ફિનટૅક અને કોમર્સ ક્ષેત્રની કંપનીઓને મળ્યું છે, જ્યારે ૩૫ ટકા ફન્ડિંગ હેલ્થટૅક, ફૂડટક, ઍડટૅક અને મીડિયા કંપનીઓને મળ્યું છે.

કોરોના કાળ છે મોટું જવાબદાર પરિબળ

Denne historien er fra September 03, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 03, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024