સ્ત્રીનાં બધાં કામ અને ફોનકોલ્સ નકામાં હોય?
ABHIYAAN|September 24, 2022
સ્ત્રીઓ પુરુષ સમકક્ષ કે ઘણીવાર વધારે કમાતી તો થઈ ગઈ, પણ તેના આ મહત્વપૂર્ણ યોગદાન માટે તેને પરિવારમાં પુરુષ સમકક્ષ સન્માન, આરામ કે સગવડો મળતી થઈ નથી. ઘરનું કોઈ સ્રીને મદદરૂપ ન થાય એ તો સમજ્યા, પણ નડતરરૂપ ન બને એ પણ મોટી સહાય હોય છે. ઉપરાંત સ્રીને સતત રડારમાં ચેક કરતાં રહેવાની વડીલોની નિંદનીય વૃત્તિ પણ જોવામાં આવે છે.
ડો. મિતાલી સમોવા
સ્ત્રીનાં બધાં કામ અને ફોનકોલ્સ નકામાં હોય?

કીશ્વી હાંફળી-ફાંફળી દોડતી ઑફિસમાં આવીને એના ડેસ્ક પર બેસી ગઈ. બાજુના ડેસ્ક પર બેસતો અગ્નિલ સીટી વગાડતો વગાડતો ઑફિસમાં પ્રવેશ્યો. હજુ મોટા ભાગના કર્મચારીઓ એસજી હાઈવે પરની કોર્પોરેટ ઑફિસમાં આગમન કરી રહ્યા હતા. કાશ્રી આવી એવી તરત લેપટોપ અને મોબાઇલ શરૂ કરીને કામ કરવા લાગી. તેને સખત ઉતાવળ લાગતી હતી.

‘ઓ મૅડમ, રવિવારે આખો દિવસ ઘોર્યા કર્યું હતું કે શું? મન્ડે મિટિંગની તૈયારીઓ બાકી લાગે છે મહારાણીસાહેબાની?’ તેને જોઈને અશ્નિલે મજાકમાં પૂછ્યું.

‘શી...શ...’ કહીને કાથી કામે લાગી. મિટિંગની તૈયારીઓ અને પછી મિટિંગ પતાવીને સાંજની ટી-બ્રેક પર કાશ્રી અને અશ્નિલ થોડા ફ્રી ટાઇમમાં વાતો કરવા બેઠાં.

‘અમારે કંઈ તમારા જેવી મજા-મજા નથી હોતી કે લાટસાહેબની જેમ નવ વાગે ઊઠો તો મમ્મી કે વાઇફ હાથમાં ટુવાલ, મોજાં 'ને ટિફિન તૈયાર હાથે લઈને છેક ગાડી સુધી મૂકી જાય. તમે તો ઘરે નવરાધૂપ બેઠા પબજી રમતાં હોવ તોય તમારી મમ્મીઓને એવું જ લાગે કે એમના બેટા બહુ થાકીને આવ્યા છે, એમને કશું કામ ન બતાવાય, બહુ ટેન્શન હોય બિચારાને નોકરીનું! ભલે પછી ભઈલો લેપટોપ ખોલી ચોવીસ કલાક અંગ્રેજી ટીવી સિરીઝ જ કેમ ન જોતો હોય.’ કાશ્વી કહેતી રહી, ‘નવરા બેઠાં ભાઈબંધ સાથે મોબાઇલ પર ગપ્પાં મારવા તો તમારો જન્મસિદ્ધ હક હોય જાણે. અડધી રાતે ધાબે જઈને ફોન પર વાતો કરો તોય તમારી મમ્મીને એવું જ લાગે જાણે એમનો રાજદુલારો કોઈ અગત્યની ઇન્ટરનેશનલ ડીલ પતાવી રહ્યો છે. દીકરાના ફાલતુ ટાઇમપાસ કામોનેય અતિ અગત્યના સમજતાં માબાપને દીકરી કે વહુના અતિ અગત્યનાં કામ પણ નવરાઈ અને ટાઇમપાસ લાગતાં હોય છે!’

‘શાંત થાઓ માડી! મુજ ગરીબ પુરુષ પર રહેમ કરો ફેમિનિઝમના અવતારી માતે!’ અગ્નિલે હસતાં હસતાં કહ્યું.

Denne historien er fra September 24, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 24, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024