એક સમયે એના અસ્તિત્વના ઇનકાર બાદ, આજે દલિત સાહિત્ય એની વાસ્તવવાદી, માનવવાદી, બળકટ અને બુલંદ અભિવ્યક્તિને પ્રતાપે દેશના ખૂણે ખૂણે એની ‘હયાતી’ની પ્રતીતિ કરાવી રહ્યું છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એની ઉપસ્થિતિ પણ નોંધાવી રહ્યું છે. દેશનાં તમામ રાજ્યોમાં સંખ્યાબંધ કલમો, સામયિકો, વ્યક્તિવિશેષો અને સાહિત્યસંસ્થાઓ આજે આ સાહિત્ય ક્ષેત્રે સક્રિય છે. જાતિપ્રથાને પ્રતાપે સદીઓથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને આઝાદી પ્રાપ્તિ પછી પણ ભારતીય સંવિધાનદત્ત માનવ અધિકારોથી વંચિત રહી ગયેલા દેશના લાખોકરોડો શોષિત, પીડિત, સમાજના વ્યથા-વીતકને તારસ્વરે આક્રોશપૂર્વક વાચા આપવાની ભૂમિકા આજે દલિત સાહિત્ય પ્રતિબદ્ધતા સાથે જવાબદારીપૂર્વક નિભાવી રહ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો આ ક્ષેત્રે સંસ્થાગત રીતે એકધાર્યા ૨૫ વર્ષથી પ્રવૃત્ત ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ અને એટલાં જ વર્ષથી નિયમિત પ્રકાશિત આ સંસ્થાનું મુખપત્ર ‘હયાતી’, અહીં સવિશેષ ઉલ્લેખનીય છે. ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત ખ્યાતિપ્રાપ્ત સાહિત્યકાર જૉસેફ મૅકવાનના આશીર્વાદ સાથે, તેમના જ હસ્તે ૨૫ સપ્ટેમ્બર, ૧૯૯૭માં આરંભ પામેલી ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ની તુરત મળેલી બીજી બેઠકમાં, જ્ઞાનપીઠ વિજેતા મૂર્ધન્ય સર્જક રઘુવીર ચૌધરી પણ ઉપસ્થિત હતા.
ભારતીય દલિત સાહિત્યના અભ્યાસી વિદ્વાન બજરંગ બિહારી તિવારીનો મત છે કે, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એક ભરોસો પ્રાપ્ત કર્યો છે અને તેના જેવું સંસ્થાકીય કાર્યપ્રદાન દેશમાં આવી અન્ય કોઈ સંસ્થાએ કર્યું નથી.
‘અભિયાન’ સાથેની વાતચીતમાં ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના મહામંત્રી હરીશ મંગલમ્ કહે છે કે, ‘ગુજરાતી દલિત સાહિત્યનું સર્જન જેટલું માતબર હશે તેટલી તેની ગણના રાષ્ટ્રીય સ્તરે અવશ્ય થશે. એમનો સાદ ઝીલતી અકાદમી પણ દલિત સાહિત્યનાં અનેકવિધ પ્રકાશનો, સેમિનારો, સંમેલનો, ચર્ચાસભાઓ તથા અન્ય રાજ્યોની અકાદમીઓ તથા મોખરાના સર્જકો સાથે સાહિત્યિક આદાન-પ્રદાન, સંવાદ, પુસ્તક પ્રદર્શનો - પુસ્તક મેળાઓ જેવાં અનેક પરિણામલક્ષી આયોજનો, તેની કારકિર્દીના આ ૨૫ વર્ષના સમયગાળામાં સફળતાપર્વક પાર પાડી ચૂકી છે.’
Denne historien er fra October 08, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 08, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે