ઈરાનનું હિજાબ આંદોલન: ઔરત, જિંદગી અને આઝાદી!
ABHIYAAN|October 22, 2022
બસો, ટ્રેનો અને ટેક્સીઓમાં ખાસ સીસીટીવી કૅમેરા બેસાડાવ્યા છે. તે કૅમેરાઓ ખાસ સોફ્ટવેર વડે સાંકળી લેવાય છે. બસ, ટેક્સી, ટ્રેન કે રસ્તા પર કોઈ સ્ત્રીનો હિજાબ થોડો આડોઅવળો થાય એટલે કન્ટ્રોલ રૂમને જાણ થાય. એ સોફ્ટવેર એ સ્ત્રીની તમામ ઓળખ, નામ, સરનામું વગેરે થોડી સેકન્ડોમાં જણાવી દે. એ બધી વિગતો સરકારી ટેલિવિઝન પર વહેતી કરાય
વિનોદ પંડ્યા
ઈરાનનું હિજાબ આંદોલન: ઔરત, જિંદગી અને આઝાદી!

ઈરાનના વાયવ્ય પ્રદેશના સાકેઝ શહેરનું કુર્દશ સુન્ની મુસ્લિમ કુટુંબ પાટનગર તહેરાન આવ્યું હતું. સાથે બાવીસ વરસની સૌથી મોટી દીકરી મહસા અમિની હતી. મહસા ભણવામાં ઘણી હોશિયાર એટલે ઉત્તર-પશ્ચિમી ઈરાનમાં આવેલી પ્રતિષ્ઠિત ઉર્મીઆ યુનિવર્સિટીમાં મહસાને ઍડમિશન મળ્યું હતું. તહેરાનમાં મહસાનાં માસી રહે છે. પાંચ દિવસ માટે તેઓ તહેરાન જોવા અને થોડીઘણી ખરીદી કરવા આવ્યાં હતાં. મહસાના અને માસીના બંને ઘરનાં લોકો પ્રેમાળ અને કુટુંબપ્રિય હતાં અને છે. ગઈ તેરમી સપ્ટેમ્બરના રોજ તેઓ મેટ્રોમાં સવાર થઈ તહેરાનના સેન્ટ્રલ વિસ્તારમાં ગયા અને ત્યાંના જાણીતા તાલેઘાની પાર્કમાં પ્રવેશ્યા. ત્યાં પહોંચીને મહસા એની માસી, માસીની બે દીકરીઓ, નાનો ભાઈ અશ્કન અને એક માસીનો દીકરો મળીને પાંચ જણા સાથે લટાર મારી રહી હતી. તેવામાં કાળાં વસ્ત્રોનો યુનિફોર્મ અને હાથમાં લાકડી ધારણ કરેલા પાંચથી સાત જણ આવી પહોંચ્યા.

મહસા અને એની માસી, માસીનો દીકરો ભાઈઓ સાથે પાર્કમાં ટહેલતાં હતાં તેવામાં હિજાબનો છેડો માથા પરથી થોડો ખસી ગયો હશે. પેલા કાળા વસ્ત્રોધારી લોકો ઈરાનમાં નવી નિમાયેલી ઇસ્લામિક શિષ્ટાચાર અથવા મર્યાદાપાલન (મૉરેલિટી) પોલીસના માણસો હતા. તેઓએ બીજી બે સ્ત્રીઓને વૉર્નિંગ આપી, પરંતુ મહસાને ઇસ્લામિક સભ્યતાના પાઠ ભણાવવા માટે પોલીસ વૅનમાં બેસાડીને સેન્ટર પર લઈ જવા માંડી. માસીએ પોલીસને સમજાવાની ઘણી કોશિશ કરી કે મહસા દૂરના નાનકડા શહેરમાંથી આવે છે. કદાચ એનાથી ભૂલ થઈ હશે તો પણ હવેથી ભૂલ નહીં કરે, મહસાને નવા કાનૂનની જાણ ન હતી વગેરે, પણ પોલીસ એને એવા પુનઃશિક્ષણ કેન્દ્ર પર લઈ ગઈ જ્યાં ઇસ્લામિક સભ્યતાના નવા પાઠ શિખવવામાં આવે છે. મહસાના ભાઈ અશ્કનનું કહેવું છે કે વૅનમાં બેસાડી ત્યારથી જ પોલીસે મહસા સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. મહસાના માસીના દીકરા ઇરફાન મુર્તઝા પણ કહે છે કે પોલીસે મહસાને પકડી ત્યારથી મારવાનું શરૂ કરી દીધું હતું.

Denne historien er fra October 22, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 22, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024