હિનાયા દોડતી ભાગતી ઘર બાજુ જઈ રહી હતી. પડોશી હાટકેશભાઈએ સ્કૂટરનું હૉર્ન વગાડીને બેધ્યાનપણે લગભગ દોડી રહેલી હિનાયાનું ધ્યાન પોતાની બાજુ ખેંચ્યું. ‘બહેનબા.. ભટકાઈ જશો તો અમારા ભાઈસાહેબ આ ઉંમરે ક્યાં હવે બીજી પત્ની શોધવા નીકળશે? જાળવીને ચાલો. લાવો એક થેલો મને આપી દો, હું ’ને આ તમારા બહેનપણી મૂકી દઈશું, તમે ત્યાં સુધી ચાલતાં આવો, પણ આટલી બધી વળી શું ઉતાવળ છે? ઘર ક્યાં ભાગી જઈ રહ્યું છે?’
હિનાયા અફસોસ સાથે બોલી, ‘ઘર તો ક્યાંય ભાગી રહ્યું નથી ભાઈ, પણ આ છોકરાઓ બહુ હેરાન કરે છે. મારો મોટો નોકરીથી આવી ગયો હશે, ૨૨ વર્ષનો થયો, પણ જાતે ચાય બનાવતો નથી. આવડે છે બધું, પણ કરતો નથી. નાનો હતો ત્યારે મને બધી મદદ કરાવતો, પણ જુવાન થયો 'ને ભાઈબંધો એની મજાક બનાવે કે હૈં, તું છોકરીઓનાં કામ કરે છે? એટલે હવે તો પાણીનો ગ્લાસ પણ ખસેડતો નથી. નોકરીથી આવીને ભૂખ્યો તરસ્યો બેસી રહે, હું ચા બનાવું તો જ પીવે. હું ના હોઉં તો એના પપ્પા બનાવે, પણ જાતે નથી બનાવતો અને આ સિવાય ઘરનું એકેય કામ કરતો નથી. પહેલાં તો ટાંપાટિયા પણ કરતો, હવે તો એને શરમ આવે છે. ભાઈનો મૂડ હોય તો જ કરે. એના પપ્પા ગમે તેટલા બીમાર હોય તોય ભર વરસાદમાં એ જ દૂધ-શાક લેવા જાય, મારા મોટાને એટલીય દયા ન આવે કે એના ઉંમરલાયક પપ્પા વરસાદમાં પલળીને બીમાર પડી જશે. પોતે ટણી કરીને પગ લાંબા કરીને પલંગમાં ટાઢો થઈને પડી રહે, જાણે એ કુંવર હોય અને અમે માબાપ એના નોકર. આવું ’ને આવું રહ્યું તો કઈ છોકરી આવા આળસુ ’ને ટણીવાળાને નભાવશે ભઈ, એ જ ચિંતા રહે છે. અત્યારે જુઓ, ઘરે જઈશ તો પાણી આવી ગયું હશે, પણ ભાઈ ટાંકીનો કૉક ચાલુ કરવાની તસ્દી પણ નહીં લે, એને ખબર છે તોય. ખબર નહીં કેમ આવું કરે છે?’ હાટકેશભાઈએ સૂર પૂરાવ્યો કે, ‘બહેન, અમારેય ઘરમાં નવાનવા જુવાન દીકરા-દીકરી આવી જ રીતે કામ બાબતે માથે પડેલાં છે. આખો દિવસ ફોન લઈને બેસી રહે, પણ મમ્મી-પપ્પાને લગીરેય મદદ કરતાં નથી. ઉપરથી કશુંક કહો તો સામે ઝઘડવા લાગે. જોકે એમની સ્કૂલની પેરેન્ટ્સ મિટિંગમાં એક ડૉક્ટર આવેલા, તેમણે કહેલું કે નવયુવાનો અને ટીનેજરોમાં આ સામાન્ય વર્તન હોય, સુધરી જશે.' બંને સમદુખિયા વાતો કરી ઉતાવળે ઘરે જવા નીકળ્યાં.
Denne historien er fra October 22, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 22, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ