દિવાળી ગઈ. શિયાળો આવ્યો. જીવન ચાલતું રહ્યું. પરિવર્તન આવ્યું જ હોય. મન સાથે તનની સ્થિતિ બદલાય. કેટકેટલું ખાધું અને પીધું હશે. અફસોસ કે તંદુરસ્તી આપમેળે સર્વથા સારી રહે તેવી કોઈ વ્યવસ્થા હોતી નથી. કશું પણ ગ્રહણ કરીએ એટલે સ્વાસ્થ્ય પર અસર પડે જ. આજે બહારથી નીરોગી જણાતું શરીર અંદર નાના મોટા રોગના કારણ ઘર કરી બેઠું હોય એવું બને. તહેવારમાં અસામાન્ય ઓઇલી અને સ્વીટ ફૂડ આરોગ્યા પછી આપણે ઉત્તમ આરોગ્યની આશા રાખીએ તો આપણી માનસિક સ્થિતિ યોગ્ય ના કહેવાય. સારું છે કે ઠંડીમાં ફેટ અને કૅલરીની વધારે જરૂર પડે છે. તેમ છતાં દેહમાં આકસ્મિક વસા અને શર્કરા વધવાથી અસંતુલન થાય એ ખોટું. શરદી થાય, એસિડિટી થાય અને ગેસ ગરબડ કરે એ પહેલાં હાથવગાં પગલાં લેવામાં શાણપણ છે. આયુર્વેદ અનુસાર ત્રણ દોષનું એટલે કે કફ, પિત્ત ‘ને વાયુનું સમાયોજન ખોરવાય તો એક કે વધુ રુગ્ણતાનો ભોગ બની શકીએ છીએ. એ સિવાય સ્ફૂર્તિ, ઉત્સાહ, આત્મવિશ્વાસ જેવા બળથી ચેતનવંતા રહેવું જરૂરી હોય છે. વળી આપણે ત્યાં શિયાળો માંડ આવે છે અને ઝટ જતો રહે છે, એવામાં ઠંડકનો ફાયદો ના ઉઠાવી શકીએ તો એ આપણી ભૂલ કહેવાય. ગળ્યું ખાવ એટલે શરીરમાં શુગર વધે એ સૌને ખબર છે. શુગર વધે તેમ જ બહુ વધે જ એટલે શું થઈ શકે બધાંજાણેછે.શું શરદી એ પણ આપણે પીડાઈએ કે ડાયાબિટીસનો ભોગ બનીએ કે શરીર વધે એ પછી જાગવું છે? ના. થોડું થોડું તળેલું ખાઈએ તો ચાલે એમ કરી નાસ્તા ચાલ્યા કરે. એમાં કોઈક દિવસ ઘણું તેલ પેટમાં જાય, કે ચીઝ, બટર યા ઘી ખાવામાં કે આવે. વળી, ઉત્સવની ઉજવણીમાં મસ્ત હોઈએ કે બહાર ફરવા સાથે મજા કરવા ગયા હોઈએ ત્યારે આમ પણ ખાવાનું વધી જાય. પીવાનું વધે એ જુદું. રહી વાત કસરતની, તો સાધારણ કાળમાં જે રોજ કસરત કરનાર હોય છે તે દિવાળીના અંતરાલમાં પોતાનું રૂટિન રેગ્યુલરલી ફૉલો કરે એવું ઓછું થતું હોય છે. એટલે એમના માટે પણ વૅકેશન થોડા કે વધુ અસ્વસ્થ થવાનો ગાળો બની રહે. તદુપરાંત શિયાળાની ઠંડી આપણા દેહ માટે નવી-નવી હોય છે. જેની પ્રકૃતિ ગરમ હોય તેમને ઠંડી ગમે કે માફક આવે, પણ બાકીનાને ઠંડી લાગે છે. તો અન્ય ઘણાં કારણ સાથે ઉષ્મા મેળવવા શિયાળામાં વસાણાં ખાવામાં આવે છે. એટલે ફરી ગળપણ અને ચરબીનો મારો થવાનો.
Denne historien er fra Abhiyaan Magazine 16/11/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 16/11/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?