કદી વિચાર્યું નહોતું કે લોકો મને ‘ભામાશા' જેવા નામથી બોલાવશે
ABHIYAAN|October 29, 2022
‘ખજૂરભાઈ’ તરીકે લોકપ્રિય નીતિન જાની મૅનેજમૅન્ટનો અભ્યાસ કર્યા બાદ કલાકાર બન્યા, પણ ‘અંતરનાદ’ સાંભળીને તેમણે પહેલાં અભિનય અને પછી સમાજસેવાને જીવનમંત્ર બનાવી લીધો.
જિજ્ઞાસા સોલંકી
કદી વિચાર્યું નહોતું કે લોકો મને ‘ભામાશા' જેવા નામથી બોલાવશે

મારો જન્મ ૨૪ મે, ૧૯૮૬માં સુરતના વરાછા વિસ્તારમાં થયો હતો. કમલ પાર્કમાં અમે ચાર ભાઈઓ અને ત્રણ બહેનો મોટાં થયાં. પ્રાથમિક શિક્ષણ સંસ્કાર વિધાભવનમાં પૂરું કર્યું. જોકે મૂળ વતન અમારું ભાવનગર જિલ્લાનું ભાણવડ ગામ. બાળપણમાં હું ખૂબ તોફાની હતો. બારમા ધોરણમાં અમે બારડોલીના અસ્તાનમાં સ્થાયી થયા. ત્યાંની બીએબીએસ સ્કૂલમાં ૧૨મું ધોરણ પૂરું કરી માલીબા કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યાર બાદ લોનાવલા, પૂનાની સિંહગઢ કોલેજમાં એમબીએ અને એલએલબી કર્યું. ત્યાં કોલેજની સામે જ ‘બિગ બોસ'નો સેટ હતો. ત્યારે ‘બિગ બોસ' સિઝનનો લોકોમાં ભારે ક્રેઝ હતો. સેટ પર કામ કરતાં લોકોને હું કલાકો સુધી જોતો રહેતો. મને હંમેશાં થતું કે આ કામ કરવા જેવું છે, પરંતુ ત્યાં જવા માટે કેવો સંઘર્ષ કરવો પડે એનાથી હું વાકેફ હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પૂનામાં જ ઇન્ફોસિસમાં ૭૦ હજારના પગારની નોકરી મળી ગઈ. એક વર્ષ આઈટી સેક્ટરમાં મેં નોકરી કરી, પરંતુ કેમેય કરી કામમાં મન ન લાગ્યું. આથી એક દિવસ સવારે ઊઠીને નક્કી કરી લીધું કે હવે મારે નોકરી નથી કરવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. પિતાએ કહ્યું કે જો, તું આ નોકરીમાં ખુશ નથી રહી શકતો તો જેમાં ખુશ રહી શકે એવું કામ કર. મેં ‘બિગ બોસ’માં જ પ્રોડક્શન મેનેજર તરીકે ૧૭ હજાર પગારની નોકરી મેળવી લીધી. મારા મિત્રો મને કહેતા કે તું ગાંડો થઈ ગયો છે? ૭૦ હજારની નોકરી છોડીને હવે આ ૧૭ હજારની નોકરી કરશે? પરંતુ મને એ કામમાં મજા આવતી હતી. હાલ અમે લેક સિટી બાબેનમાં રહીએ છીએ.

‘બિગ બોસ'ની આઠ સિઝનમાં કામ કર્યું, ઝલક દીખલા જા, યે મોહબ્બતેં, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ધ કપિલ શર્મા શો, કૌન બનેગા કરોડપતિ વગેરે જાણીતા શોમાં પ્રોડક્શન મેનેજર તરીકે બાર વર્ષ કામ કર્યું. ૨૦૧૨થી એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો. જાની બ્રધર્સ નામની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી. ૨૦૧૫-૧૬માં ‘આવું જ રહેશે' નામની ગુજરાતી ફિલ્મ બનાવી. જેનું સ્ક્રિપ્ટ રાઇટિંગ અને ડિરેક્શન પણ મેં જ કર્યું. ફિલ્મના પ્રમોશન માટે એક મેલ અને ફીમેલ કેરેક્ટરને લઈને કોમેડી વીડિયો બનાવવાનો વિચાર આવ્યો.

Denne historien er fra October 29, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 29, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024