હાથીનું મદનિયું ઝૂલતું આવતું હોય એમ હિલ્લોળે ચડેલી જવાનીને ઉછાળતી ઉછાળતી શારદા ધૂળિયા મારગે ચાલી આવતી હતી. એના પગના ધીમા ઊઠતાં તાલ અને હાથનાં ડોલન સાથે એની ડોક પણ ધીમું ધીમું ડોલતી હતી. તોય એના માથા પર મૂકેલ તગારું જરાય ડગતું ન હતું. એની આંખમાં એવું કશુંક ઝબકતું કે રાજેશ એને જ તાકી રહ્યો. એ છેક નજીક આવી એણે રાજેશની સામે જોયું અને એના હોઠ વચ્ચેની દંતુડિયો વચ્ચે એવું સ્મિત વેરાણું કે જાણે કામદેવનું બાણ!
એના હોઠ નીચેની હડપચીની બરાબર વચ્ચે નાનાં ત્રણ કાળાં ટપકાંનું છૂંદણું ત્રોફાવેલું એથી એનું રૂપાકર્ષણ વધી જતું. ત્યાંથી જરાક નજર આગળ વધે એટલે રૂપાળી ડોક અને એ ડોક પર કાળો દોરો દેખાય, દોરાની વચ્ચે પરોવેલ માદળિયું. એ લટક મટક ચાલે ત્યારે એ માદળિયુંય ડોલવા માંડે. એની ડોક નીચે ઉપસેલી હાંસડી અને એની નીચે લાંબા પટે ફ્લાયેલો ચમકીલો ગૌર પ્રદેશ નજરને ત્યાં બાંધી રાખવા મજબૂર કરતો. રાજેશની નજર ત્યાંથી સરકી ઉત્તુંગ શિખર પરથી ગબડી, ખીણમાં ભરાય એ પહેલાં તો એ ત્યાંથી સરકી ગઈ, હજી તો એ માંડ દસ પંદર ડગલાં દૂર ગઈ હશે ત્યાં તો જાણે મારગની ધૂળ રમણે ચડી અને રાજેશની આંખે ધૂંધળો અતીત અમળાવા માંડ્યો.
સીમાડા ભણી જતાં એ ઊબડખાબડ રસ્તાને જોઈને એના મનમાં અનેક તર્કવિતર્ક અને કલ્પનાઓ ઊઠવા લાગ્યાં અને એને બેચેન કરવા માંડ્યાં.
રાજેશની આંખે વર્ષો પહેલાંની ઘટના તરવરી ઊઠી. એના હૈયામાં હજુયે હોળી સળગતી હતી. એની આંખ સામે પેલી ઘટાદાર આંબલી, કંથેરનું જાળું અને એ જાળામાં... બસ, એટલી કલ્પના થકી જ એની આંખો લાલઘૂમ બની ગઈ. એનાથી હાથની મુઠ્ઠી ભીંસાઈ ગઈ. એને લાગ્યું કે રસ્તા પરના ઝાડવાં ઝૂકી ઝૂકીને જાણે એના કાનમાં કશુંક બરાડી રહ્યાં હતાં.
ઘેઘૂર આમલીની ઘટામાંથી હોલીનો આલાપ ઊઠતો હતો. એ તાલબદ્ધ સ્વરમાં ગુંજતું હતું સુ..ની.. તા.. સુ..ની..તા..! એ સુની એટલે એની લાડલી બહેન. પેલી આમલી નીચે સંતાકૂકડી રમતાં રમતાં વઢી પડતી એ સુની! વરસાદનાં ફોરાં ઝીલીને ભાઈના મોં પર છાંટતી સુની! રાખડી બાંધીને પછી ધબ્બો મારી વીરપસલી માગતી સુની!
એ સ્મરણોની વણઝારને રોકવા ઘણુંય મથ્યો, પણ એ તો માનસપટ પર વહેતી જ રહી. એની આંખ સામે અમળાઈ અમળાઈને ઊઠતી હતી એ મુખાકૃતિ! એના હૈયામાંથી જાણે બૂમ ઊઠતી હતી.. સુની, ઓ.. સુની..!
Denne historien er fra October 29, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 29, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ