દરેક પાસે કાળની પેટીમાં બંધ એવું કંઈક જરૂર હશે જે છૂટવા મથો તો પણ ના છૂટે. એ વ્હાલું બાળપણ પણ હોય અને ઉછેર થયો હોય એ પરિસર, ગામ, શેરી, મહોલ્લો કે શહેર હોય, એ કોઈના સહવાસ કે હાજરીમાં જન્મેલી લાગણી પણ હોય અને આ અતીતરાગનો આલાપ કે અતીતઝંખનાની જ્વાળા કોઈ એક માણસ પૂરતી મર્યાદિત નથી હોતી. કોઈ કિસ્સામાં એ આખા સમુદાયની સહિયારી બની જતી હોય છે. બાઇબલમાં ગીતશાસ્ત્રના ૧૩૭મા પ્રકરણનાં વચનો છે - ‘અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા; જેરુસલેમનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા. એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી. અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું; જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે, ‘ફક્ત તેમને ખુશ કરવા જેરુસલેમનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.’
બેબિલોન સાથેના યુદ્ધ પછી યહૂદીઓ માટે પવિત્ર સોલોમનનું મંદિર તોડી પડાયેલું અને તેઓને બંધક રખાયેલા. આ શબ્દો પ્રેરણારૂપ બન્યા ‘રિવર્સ વૉટર્સ ઑફ બેબિલોન’ ગીતના. જેમાં યહૂદી પ્રજાનો, ઈશ્વરે એમને જેનો વાયદો આપેલો એ પવિત્ર જેરુસલેમની ભૂમિથી વિખૂટા પડ્યાનો વિરહ વ્યક્ત થયો છે. યહૂદી પ્રજાએ પોતાનો સ્વતંત્ર દેશ ઇઝરાયલ મેળવવા માટે કરેલા સંઘર્ષનો ઇતિહાસ સદીઓ લાંબો છે. એ પ્રજાએ સદીઓ પોતાની મૂળ ભૂમિથી વિચ્છેદ સહ્યો છે. ગીત લખાયું ત્યાં સુધીમાં તો ઇઝરાયલ વિશ્વસ્તરે એક બળવાન રાષ્ટ્ર તરીકે ઊભરી ચૂક્યું હતું અને એણે એ પૂરતો પોતાના સ્થૂળ અર્થ ખોઈ નાખ્યો, પણ ગીતનો સૂક્ષ્મ અર્થ સદા પ્રસ્તુત રહેશે. મનુષ્ય બેબિલોન જેવા આ સંસારની ભૌતિક નદીના કિનારે વિરહના ગાન ગાતો, જેરુસલેમ જેવા ઈશ્વરના રાજ્યથી નોખા પડીને અહીં આવી ચડ્યો હોવાથી આંસુઓ સારતો બેઠો છે. આ માણસ મીરાં, કબીર કે નરસિંહ, કોઈ પણ હોઈ શકે જેને ઈશ્વરથી છૂટા પડ્યાનો કે હોવાનો ભાવ કોરી ખાતો હોય અને એની વેદના સર્જન બનીને વહેતી હોય.
Denne historien er fra December 03, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 03, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ