રાજકીય પક્ષોની જાહેર-ખાનગી ‘વ્યૂહરચના’ કેવી હોય છે?
ABHIYAAN|December 10, 2022
જેમ યુદ્ધભૂમિ પર દુશ્મન સૈન્યને ધૂળ ચાટતું કરવા માટે મજબૂત રણનીતિ ઘડવામાં આવે છે, એવી રીતે જંગ જેવી બની ગયેલી ચૂંટણી જીતવા માટે પણ દરેક રાજકીય પક્ષ પોતાની આગવી વ્યૂહરચના ઘડી, એ મુજબ વિજયી બનવા આકાશપાતાળ એક કરે છે. વ્યૂહરચના એક જાહેર હોય છે, જે બધા જાણતા હોય છે. બીજી ખાનગી હોય છે જે બીજી હરોળના નેતાઓ અને કાર્યકરો જાણતા હોય છે. એ સિવાય એક અદૃશ્ય વ્યૂહરચના હોય છે, જે માત્ર ટોચના નેતાઓ જ જાણતા હોય છે. તેને વિશે કોઈને ક્યારેય ખબર પડતી નથી. એ ક્યારેય ચર્ચાનો વિષય બનતી નથી, પરંતુ ક્યારેક આશ્ચર્યજનક પરિણામો આવે ત્યારે તેની ચર્ચા અનુમાનના આધારે થતી હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં મુખ્ય ત્રણેય પક્ષોની વ્યૂહરચના કેવા પ્રકારની છે એ જાણવું દિલચસ્પ બની રહેશે.
આર્જવ પારેખ
રાજકીય પક્ષોની જાહેર-ખાનગી ‘વ્યૂહરચના’ કેવી હોય છે?

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી એવા માહોલ અને પરિબળો વચ્ચે યોજાવા જઈ રહી છે કે જેમાં દરેક રાજકીય પક્ષોએ આ ચૂંટણીમાં ઝંપલાવતા પહેલાં એકડે એકથી પોતાની સ્ટ્રેટેજી ઘડવી પડે. લાંબા સમયથી ટુ-પાર્ટી સ્ટેટ રહેલા ગુજરાતમાં ૩૩ વર્ષ પછી ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. તેના કારણે દરેક પક્ષે અન્ય બે પક્ષોને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ ઘડવી પડી છે. રાજકીય પક્ષો ગઈ ચૂંટણીને ધ્યાનમાં લઈને પોતાની સ્ટ્રેટેજી ઘડી શકે એમ નહોતા, કારણ કે તે વખતે પાટીદાર આંદોલનનો મુદ્દો મુખ્ય હતો અને તમામ બેઠકો પર સમીકરણો બદલાઈ ગયાં હતાં. વળી, ભારતીય જનતા પાર્ટી ૨૦૧૭ની ચૂંટણીમાં બે આંકડામાં જતી રહી હતી તેણે ફરીથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૬૨ ટકા વોટશેર સાથે બધી બેઠકો જીતી લીધી હતી. મુદ્દાઓ બદલાઈ ચૂક્યા, માહોલમાં પરિવર્તન આવ્યું એટલે સ્વાભાવિક છે કે તમામ પાર્ટીઓએ પોતાની વ્યૂહરચના પણ બદલવી પડે એ સ્વાભાવિક છે.

ભાજપની સ્ટ્રેટેજી તો આજથી ત્રણ મહિના પહેલાં જ દેખાવા લાગી હતી. મુખ્ય શહેરોની બધી દીવાલો અને પુલ પર ચૂંટણી ચિહ્ન ‘કમળ’ને દોરવામાં આવ્યા હતા. મોટા પાયે હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ લગભગ બધાં શહેરોમાં દેખાતી હતી. પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ એનું અનુકરણ કર્યું. જોકે આ તો જાહેરમાં જોઈ શકાય એવી વાત હતી, પરંતુ વ્યૂહરચનાની આ સિવાયની અનેક એવી યુક્તિઓને ભાજપ અનુસરે છે જે તેના ચૂંટણી જીતવા માટેના માઇક્રો મૅનેજમૅન્ટનો ભાગ છે.

Denne historien er fra December 10, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 10, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024