સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. હિન્દુ મહિના પ્રમાણે પૌષ શુકલમાં મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી થાય છે. જ્યારે આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે.
ઉત્સવ એક નામ અનેક
મકર સંક્રાંતિ તહેવાર એક છે, પરંતુ જુદાં-જુદાં રાજ્યમાં તેની ઉજવણીનું સ્વરૂપ અને નામ અલગ-અલગ છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. અહીં મકરસંક્રાંતિને ઉત્તરાયણ પર્વ તરીકે ઊજવવામાં આવે છે. લોકો આખો દિવસ અગાશી પર ચઢી પતંગ ઉડાવવાની મજા માણે છે. તો રાત્રે તુક્કલ ઉડાવી આકાશને રોશનીથી ઝગમગતું કરી દે છે. એટલું જ નહીં, હવે તો ઉત્તરાયણમાં ફટાકડા ફોડવાની પણ પ્રથા શરૂ થઈ છે, પણ આટલેથી અટકતું નથી. ગુજરાતીઓ ઉત્તરાયણમાં પણ ડી.જે. વગાડી રાત્રે ગરબાના તાલે ઝૂમીને જ તહેવારની પૂર્ણાહુતિ કરે છે. બીજા દિવસે વાસી ખીહર એટલે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો વાસી ઉત્તરાયણ ઊજવે છે. સાથે ઊંધિયા-જલેબીની લિજ્જત તો માણવાની જ.
Denne historien er fra January 21, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 21, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ