પતંગ ગમે તે અને ગમે તેવો હોય - પછી એ પાવલો હોય કે ઘેશિયો, એના અસ્તિત્વનો અને આકાશી વ્યક્તિત્વનો આધાર દોરી પર છે. દોરી વગર ગમે તેવો ખેરખાં પતંગ પણ સાવ ઓશિયાળો જ કહેવાય. દોરીનો નચાવ્યો એ નાચતો હોય અને દોરીની લાઇનદોરી મુજબ જ એ ઊડતો હોય કે ચગતો હોય. ‘ઊડવું’ અને ‘ચગવું’ એમાં ફરક છે. એક પતંગપ્રિય લેખકે પતંગપ્રેમ દર્શાવતાં કહ્યું છે કે, પતંગ વગરની દોરીનું જીવન એટલી હદે ઠેબે ચડતું નથી, જેટલી હદે દોરી વગરનો પતંગ ઢેબે ચડે છે.
‘ઉત્તરાયણ’નો અર્થ સમજાવતાં બાબુ બૉસ કહે છે કે - ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ ઢળવું. બાબુનું લગ્નજીવન શરૂ થયું ત્યારથી આજ સુધી આટલું સુંદર અને પડોશીઓને પણ ઈર્ષા જન્માવે એવું પ્રસન્ન લગ્નજીવન છે એનું એકમાત્ર કારણ આ જ છે - બાબુનું ‘ઉત્તર’ તરફ ઢળવું! પ્રશ્ન ગમે તેવો કે ન ગમે તેવો હોય, પણ એનો ઉત્તર હંમેશાં બબિતા જ આપતી હોય અને બાબુનું મસ્તક એ ઉત્તર તરફ સદાયને માટે પૉઝિટિવલી ઢળેલું જ હોય. કોઈ પણ બાબતે બાબુનો વિરોધ હોય જ નહીં. બબિતા ભલે બાબુનો વિરોધ કરતી હોય, પણ બાબુના જીવનકોશમાં ‘વિરોધ’ નામના શબ્દનું સ્થાન જ નથી. ‘પત્નીની કોઈ પણ - કોઈ પણ એટલે કો..ઈ...પ...ણ... વાતનો વિરોધ કરવો એ પ્રસન્ન દાંપત્યજીવનના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ એ લગ્નસૂત્રને એણે મંગલસૂત્ર સમજી અપનાવી લીધું છે.
ગયા અઠવાડિયે બાબુ મારા ઘરે આવ્યો. એને જોઈને મને દુઃખદ આશ્ચર્ય થયું. દુઃખદ એટલા માટે કે એ જ્યારે પણ આવે ત્યારે સજોડે જ આવે, પણ આજે એકલો જ એકલો. છેલ્લાં ૨૭ વર્ષથી અમારી દોસ્તી. મારા ઘરે બાબુને ક્યારેય એકલો આવેલો મેં જોયો નથી. આજે એકલો આવેલો જોઈને મને નહીં આવવા જેવા અશુભ વિચારો આવવા લાગ્યા.
‘પંડ્યા,’ ઘરમાં પ્રવેશતાં જ બાબુએ કહ્યું, ‘હું તો લૂંટાઈ ગયો યાર…’
‘વૉટ?’ એક જોરદાર ધ્રાસકો પડવાથી મારા હાથમાં રહેલું ‘અભિયાન’ મૅગેઝિન એકદમ નીચે પડી ગયું, એને ઉપાડતાં મેં પૂછ્યું, ‘શું થયું?’
બાબુને સોફા પર ફસડાઈ મૌન થઈ ગયેલો જોઈને મને નહીં આવવા જેવા પેલા અશુભ લાગતા વિચારોએ હવે ભયાનકતાનું રૂપ ધારણ કરવા માંડ્યું.
‘તારી ભાભી..’ આટલું માંડ માંડ બોલી, એ અટકી ગયો.
Denne historien er fra January 21, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 21, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ