પાષાણ નદીના નાભિ પદ્મ
ABHIYAAN|February 18, 2023
સર્જનહારે આ સૃષ્ટિ રચી, માનવે રચ્યા સંસાર, આ દુનિયા એટલે કુતૂહલની વણથંભી વણજાર, અચરજનો લખલૂટ ખજાનો, આ ખજાનો ખૂલશે દર અઠવાડિયે.. ‘અભિયાન’ના પાને, મળતાં રહીશું.
પ્રિયંકા જોષી
પાષાણ નદીના નાભિ પદ્મ

પિઠોરાના ચિત્રકાર પરેશભાઈ રાઠવા

જમીન ફાડીને એ જાતને ખીલવી શક્યા છે તેવા અનેક અનિશ્ચિતતા અને અગવડ ભરેલા જે જીવન પ્રવાહમાં ખુદનું સુકાન શોધી લેનાર આ લોક આપણી વચ્ચે જ વસે છે. કમનસીબી એ છે કે આપણને તેની પ્રતીતિ ત્યારે જ થાય છે જ્યારે તેમને આપણે કોઈ મંચ પર ઊભેલા જોઈએ છીએ. ખરેખર તો આ માત્ર તેમનું સન્માન નથી, એથી વિશેષ તેમણે આત્મસાત કરેલા માનવધર્મનું સન્માન છે.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૩ માટે ૧૦૬ પદ્મ પુરસ્કારોની જાહેર કરેલી. સૂચિમાં સામેલ જાણ્યાઅજાણ્યા નામમાં ૮ ગુજરાતી નામ ઝળક્યા છે. ૭૮ વર્ષ પહેલાં શરૂ થયેલી આ પ્રથાના અનુક્રમે અત્યાર સુધીમાં ૪૮ ભારત રત્ન, ૩૨૫ ૫દ્મ વિભૂષણ, ૧૨૮૭ પદ્મ ભૂષણ અને ૩૨૨૫ પદ્મશ્રી ઍવૉર્ડથી દેશના શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન થયું છે.

સુપ્રસિદ્ધ સ્થપતિ બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ અને લોકપ્રિય બ્રાન્ડ ‘રસના’ના સ્થાપક આરીઝ ખંભાતાને પદ્મશ્રી અર્પણ થતાં એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ થઈ છે. પશુ ચિકિત્સા પર પ્રખર સંશોધન કરનાર પ્રો. ડૉ. મહેન્દ્ર પાલને પણ પદ્મશ્રીનું બહુમાન મળ્યું છે. જોવામાં આવ્યું છે કે છેલ્લાં ૮-૧૦ વર્ષોમાં પદ્મશ્રી પુરસ્કારોની યાદી આભમાં ચમકતાં સિતારાથી જ નહીં, પણ માટી સાથે જોડાયેલા માનવોથી સમૃદ્ધ બની છે, વધુ વાસ્તવિક બની છે. આજે એ જ માનવોની વાત માંડવી છે, જેમણે કીર્તિ કે પદક મેળવવાની એષણા સેવ્યા વિના પોતાનાં કર્મને જ ધર્મ બનાવ્યો છે અને વાસ્તવની ભૂમિ પર નક્કર કામ કર્યાં છે.

છોટાઉદેપુરના નાનકડા કવાંટ ગામના ધૂળિયા રસ્તા પર પિતા અને અન્ય વડીલ ‘પિઠોરા’ની જોડાજોડ ‘બાળ લખારા' તરીકે ભીંતે પિઠોરા ચિતરવા જતાં પરેશભાઈને બાળપણના એ સમયે કદાચ એવી ખબર પણ નહીં હોય કે તેઓ પોતાના નાનકડા હાથથી વર્ષોથી ચાલી આવતી કલા સંસ્કૃતિના ધબકાર ઝીલી રહ્યા છે. આદિવાસી સમાજમાં જન્મેલો, ઉછરેલો અને પોતાની સંસ્કૃતિને ચાહતો દરેક જણ જાણેઅજાણે જ એ લોકસંસ્કૃતિનો સંવાહક બને છે.

Denne historien er fra February 18, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 18, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024