મહાઠગ, ચાલબાજ ચીટર તરીકે કુખ્યાત બનેલા કિરણ પટેલે પ્રધાનમંત્રીની ઑફિસના સ્ટાફના સ્ટ્રેટેજી અને કેમ્પેઇનિંગ વિભાગના એડિશનલ ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ આપીને જે કારસ્તાનો આચર્યા એ પ્રકરણ છેલ્લા બે માસથી સમગ્ર દેશમાં ચર્ચામાં છે. તે કાશ્મીરમાં ઝેડપ્લસ સિક્યૉરિટી મેળવીને બુલેટપ્રૂફ વાહનો સાથે ફરતો. સૂકામેવા, કેસર અને સફરજનના વેપારીઓના વિકાસ માટે બોગસ પત્રો રજૂ કરી, એમની સાથે બેઠકો કરતો. ઉપરાંત તેણે લાલચોક, ભારત-પાક બોર્ડર ઉરી અને ગુલમર્ગ જેવા સંવેદનશીલ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.
અમદાવાદથી શ્રીનગર જવું હોય ત્યારે તે શ્રીનગરની ડેપ્યુટી કમિશનરની કચેરીને ફોન કરતો. પોતે વડાપ્રધાન કાર્યાલયના સ્ટાફમાં છે અને સત્તાવાર રીતે શ્રીનગરની મુલાકાતે આવી રહ્યો છે એવું જણાવતો. આ રીતે પીએમઓના નામે ફોન કરીને વીઆઈપી સિક્યૉરિટી આપવાની પણ સૂચના દેતો! તે શ્રીનગર ઍરપોર્ટ પર ઊતરતો ત્યારે તેને પોલીસ ઍસકોર્ટ સાથેની કાર મળતી. પ્રોટોકોલ મુજબ લલિત ગ્રાન્ડ હોટલમાં તેના નામે રૂમ બુક કરાવવામાં આવતો. ચુસ્ત સુરક્ષા સાથે તે હોટલના રૂમે પહોંચતો. નવેમ્બરથી માર્ચ દરમિયાન તેણે આ પ્રકારે ચાર વખત કાશ્મીરમાં સરકારી ખર્ચે મોજ માણી.
૨૬મી ફેબ્રુઆરીએ તે શંકાના પરિઘમાં આવ્યો. બીજી માર્ચે ગુજરાત ભાજપના બે નેતાના પુત્રો તેની સાથે ગયા હતા. જોકે પોલીસ ફરિયાદમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. અલબત્ત, બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવી પણ વિગતો સામે આવી કે કિરણ પટેલ ૨૦૧૪થી કાશ્મીરમાં અવરજવર કરતો હતો. તે કાશ્મીરમાં સ્થાનિક ભાજપ કાર્યાલય અને નેતાઓના સંપર્કમાં રહેતો. ત્યાં એમને તે સ્થાનિક તથા વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન કાર્યાલયે મોકલ્યો હોવાનું કહેતો. પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઈને એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) પણ સમગ્ર તપાસમાં જોડાઈ છે ત્યારે કિરણ પટેલના મામલે અત્યાર સુધીમાં શું શું થયું એ ઘટનાક્રમ પર એક નજર કરીએ.
શ્રીનગરમાં ધરપકડ
Denne historien er fra May 06, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 06, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે