દરેક મનુષ્યની આંખમાં સૌંદર્યદ્રષ્ટિ રહેલી છે. સૌંદર્ય સૌને ગમે છે. એક દર્શક સૌંદર્યને નિહાળે છે; ભાવક તેનો આવિર્ભાવ કરે છે અને કલાકાર કોઈ પણ ચીજમાં સૌંદર્યનો પ્રાણ પૂરે છે. આપણી આસપાસ એવી અસંખ્ય વસ્તુઓ નજરે પડે છે જેણે તેની ઉપયોગિતાને અતિક્રમીને આપણા ચિત્તમાં ખાસ સ્થાન બનાવ્યું હોય છે. તે તેની વસ્તુતઃ મર્યાદા ઓળંગી જાય છે. તે તેના સૌંદર્યથી આપણને આકર્ષક લાગે છે, પ્રિયકર લાગે છે. એક સામાન્ય ચીજ આ રીતે કલાકૃતિ બની જાય છે. ભારતીય કલા જનજીવન સાથે વણાયેલી કલા છે. કલાકાર અલગારી હોય છે. તેમના માટે સર્જનથી મોટું કોઈ સુખ હોતું નથી, પરંતુ આ સૃષ્ટિમાં એવા ભાવકો છે જે કલાકૃ તિઓના આ મૂલ્યને સમજે છે અને તેનું જતન કરે છે. તેમના આ ભગીરથ કાર્યથી આ કલા આપણા સુધી પહોંચે છે.
શ્રી નિસર્ગ આહીર એક ઉત્તમ ભાવક તો છે જ, ઉપરાંત તેઓ પોતે પણ કવિ, લેખક અને ચિત્રકાર છે. તેઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસી છે. એમણે ભારતીય કલા અને સંસ્કૃતિ વિષયક કલાકૃતિઓનો આગવો સંગ્રહ કર્યો છે. તેથી વાત અદકેરી બની જાય છે. કૅલિગ્રાફીના જાણકાર હોવાથી નિસર્ગભાઈને આપણી પુરાતન લેખન પદ્ધતિ અને સામગ્રી વિશે જિજ્ઞાસા જાગી. આ કુતૂહલથી પ્રેરાઈને તેમણે ધાતુના ખડિયાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. ભારતના જુદા-જુદા વિસ્તારોમાંથી ધાતુના જૂના ખડિયા એકત્ર કર્યા. તેમના આ સંગ્રહમાં ગજબ વૈવિધ્ય છે. દરેક ખડિયાનો આકાર, કદ, ઘાટ, સુશોભન વગેરે ભિન્ન છે. આ પ્રકારના ત્રણસો જેટલા ખડિયા તેમણે એકત્રિત કર્યા છે. મોટા ભાગે પિત્તળના ખડિયા, ઉપરાંત તાંબા, કાંસા, જર્મન સિલ્વર અને લોખંડના ખડિયા પણ ખરા. ત્રણસો વર્ષથી લઈને વીસ વર્ષ જૂના ખડિયાનો અદ્ભૂત સંગ્રહ એમની પાસે છે. આ સંગ્રહ જોઈને આશ્ચર્ય થાય કે લખવા માટે માત્ર શાહી ભરવાની હોય એ ખડિયામાં આટલી બધી સૌંદર્યસભર વિવિધતા!
આજથી દોઢસો વર્ષ પૂર્વે લેખન બ્રાહ્મણો, વિદ્વાનો વેપારીઓ કે ધંધાદારી લહિયાઓ પૂરતું મર્યાદિત હતું. નિસર્ગ આહીર જણાવે છે કે કૅલિગ્રાફી માટે લિપિકાર-લહિયાનું કાર્ય કરનાર એક વિશિષ્ટ વર્ગ હતો. વારસાગત કે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા લેખનની શૈલી, અલંકરણ, ચિત્રાંકન, શાહી બનાવવાની રીત વગેરેનો પ્રસાર થતો. મુખ્યત્વે આ વર્ગમાં બ્રાહ્મણ, નાગર, કાયસ્થ, ભોજક, નાયક વગેરે જાતિનો સમાવેશ થતો.
Denne historien er fra July 08, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 08, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે