ઈડર, એ ફોર્ટિફાઇડ ટાઉન ઓફ ગુજરાત
ABHIYAAN|July 08, 2023
ઇડરિયા ગઢની ઊંચાઈએથી આસપાસ-ચોપાસ નજર કરતાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે વસેલું આ નગર તેનાં સ્થાપત્યો-સંરચનાથી સમૃદ્ધ છે. ગઢની ઊંચાઈએથી ઈડરનું વિહંગાવલોકન કરતાં ગઢ સુધી પહોંચવાનાં તેનાં પગથિયાં, વિવિધ સ્વરૂપી શિલાઓ-ખડકો અને ઉદય કે અસ્ત પામતા સૂર્યનારાયણની લાલિમા ઈડરને ઔર નયનરમ્ય રૂપ આપે છે. એટલું જ નહીં, ટ્રેકિંગ અને હાઇકિંગના આપણા હરખને વધુ ટ્રિગર કરતો તેનો ખડકાળ લૅન્ડસ્કેપ સુસવાટા મારતાં પવન વચ્ચે આપણા કર્ણદ્વારે આવીને કહે છે કે, એક્સ્પ્લોર યોર સેન્સ ઑફ એડવેન્ચર.
રક્ષા ભટ્ટ
ઈડર, એ ફોર્ટિફાઇડ ટાઉન ઓફ ગુજરાત

શુ દક્ષિણ અમેરિકી દેશ પેરુના માચુ-પીચુ જવા માટે એમેઝોનથી માચુ-પીચુના મોંઘાદાટ સ્ટોન એક્સ્પિડિશનમાં જોડાવું છે? શું એમેઝોનના મેઘધનુષી માઉન્ટેનને કચકડે મઢવાની તીવ્ર ઇચ્છા છે? શું વિશ્વની અતિ પ્રાચીન ઇંકા સભ્યતાના અવશેષો સુધી લઈ જતી ટ્રેન પકડી, ઇંકાના અવશેષો વચ્ચે જીવનની ઉત્તમ ક્ષણોને શ્વાસમાં ભરવી છે?

પ્લીઝ સ્ટોપ યાર, હજુ તો મારે હમ્પીના સ્ટોનસ્કેપ બાકી છે, પાલિતાણાનાં જૈન મંદિરો જોયાં નથી; ગિરનાર અને બરડાના ડુંગરોમાં ટ્રૅક કરવાનો બાકી છે; પાવાગઢનું હાઇકિંગ કર્યું નથી અને તું એમેઝોનના એસ્પિડિશનની વાત ક્યાં કરે છે?

ભલે આ સંવાદ પ્રકલ્પિત હોય, પરંતુ આપણા પ્રવાસપ્રેમી પરિવારો અને મિત્રો સાથે આવા સંવાદો આકાર લેતા હોય છે. એ સંવાદો એવું કન્વે કરે છે કે આપણે, ક્યારેક, દૂર-દૂરના પ્રદેશોનો પ્રવાસ કરીએ છીએ ત્યારે નજીકના પ્રદેશોને ન્યાય નથી થતો. કશો વાંધો નહિ, પરંતુ સ્ટોનસ્કેપ માટે હમ્પી કે માચુ-પીચુ જતાં પહેલાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઈડર સુધી તો જવું જોઈએ, કારણ કે અરવલ્લીના દક્ષિણ છેડે આવેલું આ ઈડર ગુજરાતનું કિલ્લેબંધ નગર છે જે ગુજરાતીઓની સ્ટોનસ્કેપની તરસને છીપાવી શકે છે અને ટ્રેકિંગના શોખને ટ્રિગર કરી માચુ-પીચુ સુધી પહોંચવાના સ્વપ્ન પણ દેખાડી શકે છે.

સ્ટોનસ્કેપના આવા સ્વપ્ન દેખાડનાર ઈડર ઉત્તર ગુજરાતના સાંબરકાઠા જિલ્લાનું નગર તો છે જ, પરંતુ તે ઉપરાંત તે પ્રાકૃતિક રીતે સુરક્ષિત કિલ્લાનું ક્લાસિક ઉદાહરણ પણ છે. ખડકો અને શિલાઓ પર રહેલાં ઐતિહાસિક ગઢ, મહેલ અને જૈન મંદિરો માટે જાણીતું ઈડર ઘાટ્ટા રંગ-રોગાન વાળા લાકડાંના હૅન્ડમેઇડ રમકડાંઓ માટે પણ એટલું જ જાણીતું છે.

Denne historien er fra July 08, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 08, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024