નિષ્ફળતાનાં કારણો શોધીને તદ્દન નવી ટેકનોલોજીથી સજ્જ ચંદ્રયાન- ૩
ABHIYAAN|July 22, 2023
ચંદ્રયાન-૩ અવકાશમાં પ્રક્ષેપણ માટે સજ્જ છે. ચંદ્રયાન-૨ની નિષ્ફળતાને ભારત ભૂલ્યું નથી. તેની નિષ્ફળતાના બોધપાઠના આધારે ભારતના અવકાશ વિજ્ઞાનીઓની ચાર વર્ષની મહેનત પછી ચંદ્રયાન-૩ તૈયાર થયું છે. ચંદ્રયાન-૨ નિષ્ફળતામાં ટૅકનિકલ ક્ષતિનાં કારણો સમજવામાં આવ્યા છે. જોકે એક અભિપ્રાય એવો પણ છે કે ચંદ્રયાન-૨ની નિષ્ફળતામાં ભાંગફોડ થયાની સંભાવના છે. એક વિદેશી અખબારે એ સમયે આ પ્રકારના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને તેને માટે ઉત્તર કોરિયાને જવાબદાર ઠરાવવામાં આવ્યું હતું. જોકે આ અહેવાલને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું ન હતું. તેમ જ ઇસરોએ પણ એ વાતને ગંભીરતાથી લીધી ન હતી. ઇસરોએ ચંદ્રયાન-૨ની ક્ષતિઓનું વિશ્લેષણ કરીને આગળ વધવાનું મુનાસિબ માન્યું હતું અને ચાર વર્ષના પરિશ્રમ પછી ફરી એ દિવસ આવી ગયો છે ૧૪ જુલાઈ, શુક્રવાર, બપોરે ૨-૩૫ મિનિટે.
નિષ્ફળતાનાં કારણો શોધીને તદ્દન નવી ટેકનોલોજીથી સજ્જ ચંદ્રયાન- ૩

ભારતના સ્પેસ સાયન્સના ઇતિહાસમાં ખૂબ જ મોટી ઘટનાઓની વણજાર નજીકના ભવિષ્યમાં શરૂ થશે. તેમાં ટૉપ-થ્રી છે - આદિત્ય એલ-૧ મિશન, ગગનયાન અને ચંદ્રયાન-૩. તેમાં સૌથી પહેલો નંબર છે ચંદ્રયાન-૩નો. થોડા દિવસોમાં જ તેનું લૉન્ચિંગ કરવામાં આવશે. આ ઘટના ઉપર અમેરિકા, રશિયા અને ચીનની પણ બાજ નજર રહેવાની છે. તેનું સૌથી મોટું કારણ છે, ચંદ્રયાન-૩ની ચંદ્ર પર ઊતરવાની ઘટના. આ ઘટનાને ટૅનિકલ લેન્ગ્વેજમાં ‘સોફટ લૅન્ડિંગ’ તરીકે ઓળખવામાં આવે છે.

ચંદ્રયાન-૨ વખતે સોફટ લૅન્ડિંગની ઘટનાએ એટલી ઉત્સુકતા જગાવી હતી કે એ વખતે ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચ કરતાં પણ વધારે આ ઘટના જોવાયેલી હતી. અમેરિકા, રશિયા અને ચીને આટલા બધા પ્રયત્નો કર્યા છતાં સોફ્ટવેરમાં સફળતા મળી નથી. તેવી જ રીતે જેનો સક્સેસ રેશિયો સૌથી વધુ છે તે દેશ ભારતને પણ અત્યંત ચીવટ રાખી હોવા છતાં ભલે ધારી સફળતા ન મળી, પણ આવા હાર્ડ લૅન્ડિંગને પાર કરીને ચંદ્રયાન-૨ ચંદ્રની ધરતી પર પહોંચી ચૂક્યું છે અને સહેજ વાંકી અવસ્થામાં પડ્યું છે. સોફ્ટ લૅન્ડિંગ માટે જરૂરી ઉપયોગી માહિતી પણ આપણને પહોંચાડી દીધી છે. તેથી ચંદ્રયાન-૨ની નિષ્ફળતા છતાં અમેરિકા અને જાપાને હવે પછીના સ્પેસ પ્રોગ્રામ ભારત સાથે કરવાની ઇચ્છા જાહેર કરી હતી. આમ દુનિયાની મહાસત્તા આપણા માટે આટલી બધી સોફ્ટ બને એ ખૂબ જ મોટી સફળતા છે.

સોફટ લૅન્ડિંગ ધારીએ તેટલું સોફ્ટ નથી. ચંદ્રયાન-૨નું લેન્ડર ચંદ્ર ફરતે ગોળ ગોળ ફરતું હોય ત્યારે તેને ચંદ્રની સપાટી તરફ ઉતરાણ માટે વળાંક આપવો તે ખૂબ જ અઘરો તબક્કો હતો. પુરપાટ વ્યક્તિ, દોડતી કાર અચાનક વળાંક લે તો તે કેવી ફંગોળાઈ જાય છે! બસ, આવી જ રીતે ચંદ્રયાન-૨ને વાતાવરણ કે કોઈ પણ જાતના ઘર્ષણ વગર ચંદ્ર તરફ વળાંક આપવામાં આવે ત્યારે તેની એસ્કેપ વૅલૉસિટીને કારણે ફંગોળાઈ જવાની શક્યતા હતી. આ તબક્કાને ‘રફ બ્રેકિંગ’ કહેવાય છે. આ તબક્કો સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. ગરબડ થઈ ફાઇન બ્રેકિંગના તબક્કામાં. માત્ર બે કિલોમીટર ઉપર ચંદ્રની સપાટી પર હોવ૨ કરતું ચંદ્રયાન-૨ને ત્યાં ઊડેલા વંટોળને કારણે અંતર માપવામાં થાપ થઈ ગયું? ભૂલભુલૈયાવાળા ગુરુત્વાકર્ષણ બળે તેને જમીન તરફ ખેંચી લીધું કે રફ બ્રેકિંગ અને ફાઇન બ્રેકિંગના તબક્કા વચ્ચે લડખડાયું? ચંદ્રયાન-૨ના બૂસ્ટર રૉકેટ તેને સ્થિર રાખવામાં નિષ્ફળ ગયાં?

Denne historien er fra July 22, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 22, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024