ગુજરાત જ્યારે પાણી વિના ટળવળતું હતું ત્યારે નર્મદા નદી તેની જીવાદોરી બની. કચ્છનો ખેતી અને પશુપાલન આધારિત વિસ્તાર દુષ્કાળગ્રસ્ત હતો. તેથી તેને વધુ પાણી મળે તો અહીં ખેતી સારી થઈ શકે, પશુપાલકોને નિયમિત હિજરત કરવી ન પડે, સામાન્ય લોકોને પણ રોજગારી મળે અને પાણી વગર વતન છોડી અન્યત્ર જવું ન પડે તેવાં કારણો આપીને નર્મદાનું પાણી ગુજરાતમાં લવાયું હતું, પરંતુ આજે કચ્છ હજુ પણ સિંચાઈ માટે નર્મદાના નીરની રાહ જુએ છે. સરહદી ત્રણ તાલુકાના વિસ્તારોને જો આ પાણી મળે તો અહીં સુજલામ્ સુફલાનું સૂત્ર સાર્થક થઈ શકે. કચ્છને નર્મદાના વધારાના ૧ એમ.એ.એફ. પાણી આપવાની વાત પણ હજુ હકીકત બની નથી. નર્મદાના પૂરના વધારાના પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતીને છેલ્લાં ઘણાં વર્ષોથી ભીંજવી રહ્યાં છે, પરંતુ કચ્છને હક્કનું પાણી પણ મળ્યું નથી. સરકારી તંત્રો, ‘વધારાના પાણી માટે આયોજન કરાયું છે, મંજૂરી માટે યોજનાઓ મુકાઈ છે,’ તેવી વાતો કરે છે અને કચ્છ પાણીની રાહ જોયા કરે છે. ભૂકંપ પછી કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું હોવાની હકીકત હોવા છતાં વર્ષો સુધી વણખેડાયેલી રહેલી કચ્છની ખેતી યોગ્ય જમીનને જો નર્મદાના પાણી મળે તો આ ધરતી તેની બમણું વળતર આપશે. આજે પાણીના અભાવે સરહદી ત્રણ તાલુકાઓનાં અનેક ગામો ખાલી થઈ ગયાં છે. પાકિસ્તાન સાથેના સંબંધો હંમેશાં જ તણાવપૂર્ણ રહે છે, તેવી સ્થિતિમાં ખાલી ગામો રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરારૂપ બની શકે તેમ છે. જો અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાનાં બધાં જ ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તો આ તાલુકાનાં ગામો ખાલી થવાની શક્યતા ઘટી જાય. આથી જ અહીં નર્મદાના નિયમિત કે વધારાના પાણી આપવા માટેનાં કામો ઝડપથી પૂરા થાય તે માટે પગલાં લેવા જરૂરી છે.
૧૯મી સદીની શરૂઆતમાં સિંધુના પાણી કચ્છમાં આવતાં બંધ થયા અને કચ્છની જમીન પાણી માટે તરસી રહી ગઈ. નર્મદાના પાણી કચ્છની ધરતીને ફરી લીલીછમ કરશે તેવી આશામાં જીવતી કચ્છની ધરતી આજે આટલા વર્ષે પણ નર્મદાના નીરને ઝંખી રહી છે. અત્યારે એમ જાહેરમાં કહેવાય છે કે, કચ્છમાં નર્મદાના પાણી પહોંચ્યા છે, પરંતુ નર્મદાના નિયમિત પાણીથી તો માત્ર રાપર તાલુકાનાં ૯ અને ભચાઉ તાલુકાનાં ૧૪ મળીને માત્ર ૨૩ ગામોને સિંચાઈનું પાણી મળે છે. જ્યારે ૧૮૨ ગામોને વધારાના પાણીથી સિંચાઈ માટે આપવાનું આયોજન છે, પરંતુ આ આયોજન થકી ક્યારે પાણી મળશે તે પ્રશ્ન છે.
Denne historien er fra July 29, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 29, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે