‘આંખો કાઢવી’, ‘આંખો બતાવવી’ અને ‘આંખો આવવી’ આ ત્રણેય પરિસ્થિતિના હવામાનમાં ફરક છે. આવો જ બીજો ફરક છે, ‘આંખ લાલ કરવી’ અને ‘આંખ લાલ થવી.’ અત્યારે આંખની લાલાશની વાત નથી કરવી, અત્યારે તો હવામાન ચાલે છે ‘આંખો આવવી’નું, એટલે એ જ હવામાનને અનુરૂપ વાત કરવી સારી. જો એમ હું ન કરું, તો ખુદ મારી આંખો જ મારી સામે આંખો કાઢવા માંડે!
કેટલાક પ્રશ્નવિશારદોને પ્રશ્ન થવાનો કે આંખો કયા કારણે આવતી હશે? આનો એકદમ સરળ ઉત્તર છે કે આંખો આવવાનું એક જ કારણ છે અને તે આંખ પોતે! હાજી, ખુદ આંખો જ આંખો આવવાનું કારણ છે.
આંખો આવવાના આવા અપૂર્વ અવસરને કેટલાક લોકો, જેમને અંગ્રેજી ભાષા પ્રત્યે અહોભાવ છે એ, ‘કન્જક્ટિવાઇટસ’ તરીકે ઓળખાવતા હોય છે.
મેડિકલ સાયન્સ ભલે એમ માનતું હોય કે, ‘આંખો આવવાનું’ મૂળ કારણ વાઇરસ ઇન્ફેક્શન કે ઍલજિક રિઍક્શન છે, પણ આપણો બાબુ બોસ આ સંદર્ભે કંઈક જુદું જ વિચારે છે. એ કહે છેઃ મેડિકલ સાયન્સની એ વાત સાચી કે વાયરલ ઇન્ફેક્શનથી આંખો આવતી હશે, એમાં ના નહીં, પણ આમાં મોટો પ્રશ્ન એ છે કે તો પછી એ વાયરલ ઇન્ફેક્શન કોનું હશે? જેને આવું વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય એને કઈ વ્યક્તિના સંપર્કમાં કે સંસર્ગમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હશે? – એનો ઉત્તર, જેની આંખો આવી છે એના સિવાય, બીજા કોઈની પાસે નથી. ના, જેના તરફથી આ વાયરલ ઇન્ફેક્શનની ગિફ્ટ મળી છે એ વ્યક્તિને પણ ખબર કદાચ નહીં હોય કે, મેં ‘આ’ કે ‘તે’ કે પછી ‘અન્ય’ વ્યક્તિને આવી ગિફટ આપી હો!
અંગ્રેજીમાં જેને ‘કન્જક્ટિવાઇટિસ' કહે છે એને આપણી શુદ્ધ બોલીમાં ‘અખિયાં મિલાકે’ કહેવામાં આવે છે. સવાલ એ નથી કે શરીરના અન્ય અવયવોની અવહેલના થાય અને માત્ર આંખોનાં જ આ રીતે ગુણગાન શા માટે ગાવામાં આવે છે? ના, સવાલ એ નથી. સવાલ એ છે કે, ‘અખિયાં મિલાકે’માં કોની અખિયાં કોની સાથે મિલાઈ ગઈ હશે?
Denne historien er fra August 05, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 05, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે