‘હાઈવે પર થયેલો ગમખ્વાર અકસ્માત’, ‘ધોળા દહાડે થયેલી કરપીણ હત્યા’, ‘ભરી બજાર વચ્ચે ચાકુ હુલાવી દીધું’, ‘પરણિતા સ્ત્રીએ કરેલું અગ્નિસ્નાન’ પ્રકારના અનેક સમાચારો રોજેરોજ આપણે સવારની ચા સાથે ગળે ઉતારી દેતા - આ હોઈએ છીએ. આ તો રોજનું થયું - કહીને છાપું વાળીને પસ્તીમાં મૂકી દેતાં હોઈએ છીએ. પાડોશમાંથી સાંભળતા કકળાટથી કંટાળીને બારણું આડું કરી દેતાં હોઈએ છીએ. દુનિયાદારીના પાટા પર આપણી ગાડી નિર્વિઘ્ને ચાલે એ માટે આપણે આમ આંખઆડા કાન કરતાં ક્યારે શીખી ગયા એની તો સૂધ પણ રહી નથી. એ હકીકતને નકારી શકાય એમ નથી કે આપણે એક એવો સંવેદનહીન સમાજ રચી બેઠા છીએ કે જ્યાં કોઈની મદદ કરવી એ શાણપણ નથી ગણાતું. ઊલટું એ સંજોગોમાંથી છટકવાની હોશિયારી હોવી ફરજિયાત ગણાય છે.
તાજેતરની જ ઘટના જોઈએ તો ગુજરાતના સુરતમાં જ પૂર્વપ્રેમીએ પ્રેમીને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો. રાજધાની દિલ્હીમાં રહેતી સગીરાને તેના પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર દુનિયાએ જોયો. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ૭-૮ લોકો હાજર હતા, પરંતુ એ તમામ લોકો બસ જોતાં રહ્યાં. આપણને પણ સહજ પ્રશ્નો થાય કે આટલી ભયાનક ઘટના આંખ સામે બનતી જોઈને પણ લોકો ચૂપ કેવી રીતે રહ્યા? લોકોએ તેને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો?
આપણે પણ જાણીએ છીએ કે આ પહેલીવાર નથી જ્યારે ભીડમાં ઊભેલા લોકો આ રીતે નિષ્ક્રિય બની રહ્યા હોય. ભૂતકાળમાં પણ આવા અગણિત બનાવો બન્યા છે અને બનતા રહ્યા છે. આપણી આજુબાજુ નજર કરીએ તો દરરોજ આવા અકસ્માતોનાં અનેક ઉદાહરણો જોવા મળશે, જ્યારે કોઈ પીડિત કે જરૂરિયાતમંદને મદદ કરવાને બદલે ભીડ નિરાંતે તમાશો જોતી રહી હોય. રસ્તામાં બે જણ ઝઘડતા હોય તો ત્યાંથી પસાર થતાં બાકીના લોકો ‘આપણે શું?’ વિચારીને આગળ વધી જાય છે. જ્યારે ભીડભાડવાળી બસો કે ટ્રેનોમાં કોઈની છેડતી થાય ત્યારે પણ આવી જ ઉદાસીનતા જોવા મળે છે. આ એમનો આપસનો મામલો છે -એવું માનીને ભીડ તમાશો જોતી રહે છે.
લોકોની અનપેક્ષિત વર્તણૂકથી દરેકને આશ્ચર્ય થાય છે. મનોવિજ્ઞાનમાં તેને બાયસ્ટેન્ડર ઇફેક્ટ કહે છે.
Denne historien er fra September 02, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 02, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે