ચંદ્રયાન-૩: મહિલા વિજ્ઞાનીઓની અમૂલ્ય ભેટ સાથે જ વિચારવંત સંદેશ
ABHIYAAN|September 09, 2023
વર્ષ ૨૦૨૨માં એક મહિલા વિજ્ઞાનીનું સ્ટેટમૅન્ટ ખૂબ વાયરલ થયું હતું. તેમનું નિવેદન હતું - બની શકે આવનારા દિવસોમાં મીટિંગો અવકાશમાં પણ યોજાઈ શકે
ચંદ્રયાન-૩: મહિલા વિજ્ઞાનીઓની અમૂલ્ય ભેટ સાથે જ વિચારવંત સંદેશ

૨૩ આગસ્ટ, ૨૦૨૩ની આ સાંજે વિક્રમ લૅન્ડરે પ્રજ્ઞાન રોવરને પોતાની સાથે લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીન પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું ત્યારે ઇસરોના વિજ્ઞાનીઓએ પોતાના જ્ઞાન અને વિજ્ઞાન થકી સમગ્ર વિશ્વમાં પોતાની તાકાત, આંતરિક શક્તિ, અથાક મહેનત, સૂઝબૂઝનો પરિચય વિશ્વને કરાવ્યો. ઇસરોની ચંદ્રયાનની ટીમમાં ૫૪થી વધુ મહિલા વિજ્ઞાનીઓ સામેલ હતી. અધિકૃત આંકડો છે. કેટલાક રિપોર્ટ અનુસાર સમગ્ર ટીમમાં ૧૦૦થી પણ વધુ મહિલાઓએ ચંદ્રયાન-૩ મિશનને સફળ બનાવવામાં જવાબદારી નિભાવી છે. ચંદ્રયાન-૩એ જ્યારે ચંદ્ર પર ઉતરાણ કર્યું ત્યારે દેશવિદેશના લોકોએ વિજ્ઞાનની દુનિયાના નવા મહિલા આઇકોનનું અવતરણ જોયું. નારીશક્તિ પહેલાં પણ હતી, આજે પણ છે. બસ, લોકો તેમની શક્તિને અન્ડરએસ્ટિમેટ કરતા રહેતા હતા અને કરે છે, પણ ઇસરોનાં મહિલા વિજ્ઞાનીઓએ માત્ર પોતાની જ નહીં, સમગ્ર ભારતની મહિલાઓની શક્તિનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો છે. ઉનાળાનો ધોમધખતો તાપ હોય કે ચોમાસાના અનરાધાર વરસાદ, કોઈ ગામડાં કે શહેરમાં થાક્યા વિના-હાર્યા વિના હાથલારી ચલાવતી મહિલા હોય કે ઇસરોની વિજ્ઞાનીઓ, સ્ત્રી ક્યારેય સામાન્ય નહોતી. એ અપ્રતિમ પ્રતિભા અને પ્રચંડ તાકાતની સ્વામિની હતી અને ઇસરોની મહિલા વિજ્ઞાનીઓએ શ્રમજીવી મહિલાઓથી લઈને દરેક સ્તરની મહિલાઓને આ માન-સન્માન અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તે સ્વીકારવું રહ્યું. કદાચ એમ કહી શકાય કે ભારતની બાળકીઓમાં કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ જેવા બનવાની સાથે હવે રીતુ કરિધાલ, ટેસી થોમસ કે મીનલ રોહિત જેવા બનવાનું સપનું જોવાનું અને તેને પૂરું કરવા માટે પ્રયત્નશીલ બનવા માટેનું વિચારબીજ તેમણે રોપ્યું છે.

Denne historien er fra September 09, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 09, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024