ચંદ્રયાન-૩નું પેલૉડ શેપ બ્રહ્માંડમાં જીવસૃષ્ટિની શોધ કરશે
ABHIYAAN|September 09, 2023
ચંદ્રયાન-૩ મિશનમાં જે મહત્ત્વના સંશોધનની ચર્ચા ખૂબ જ ઓછી થઈ છે તેની વિગતે વાતો ડેટા આપણી પાસે આવી ગયા પછી આ જ પ્રકારના સાધનથી આપણે ભૂતકાળમાં કરેલા સંશોધનમાંથી બ્રહ્માંડમાં અન્ય સૂર્યમાળાના ગ્રહોને ભવિષ્યમાં સ્કેન કરીશું
ધનંજય રાવલ
ચંદ્રયાન-૩નું પેલૉડ શેપ બ્રહ્માંડમાં જીવસૃષ્ટિની શોધ કરશે

થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા કે સૌરાષ્ટ્રના કોઈ એક ગામડામાં એલિયન દેખાયો. પરગ્રહવાસીના ફોટાઓ પણ વાયરલ થયા, પરંતુ અંતે તે અફવા જ સાબિત થઈ. પરગ્રહવાસી કે યુ.એફ.ઓ.ની વાત આવે ત્યારે દરેકના મનમાં ઉત્સુકતા જાગે છે. આપણે વારંવાર વિચારતા હોઈએ છીએ કે આપણી પૃથ્વી જેવી જીવ સૃષ્ટિ કોઈ અન્ય ગ્રહો પર છે કે નહીં? તેની ભાળ મેળવવા માટે વૈજ્ઞાનિકોએ જુદા-જુદા નુસખા અપનાવ્યા છે. હજી સુધી એમાં કોઈ સફળતા મળી નથી.

આધુનિક ખગોળશાસ્ત્રમાં પૃથ્વી જેવા ગ્રહ શોધવા માટે જુદી-જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે આપણા સૌરમંડળમાં તમામ ગ્રહો સૂર્ય સહિત દળના એક સામાન્ય કેન્દ્રની પરિક્રમા કરે છે, પરંતુ ગ્રહોની તુલનામાં સૂર્ય એટલો મોટો છે કે દળનું કેન્દ્ર સૂર્યની અંદર જ જોવા મળે છે. આમ, થવાથી સૂર્યની આસપાસ બધા ગ્રહો આગળ-પાછળ ફરતા હોય ત્યારે દળનું કેન્દ્ર બદલવાથી સૂર્ય આગળ પાછળ ફરતો હોય તેવું લાગે છે. સૂર્યનું વર્ણપટ પણ આગળ-પાછળ ફરતું રહે છે. સૂર્યની જેમ અન્ય તારાની પરિક્રમા કરતા એક કરતાં વધુ ગ્રહો છે કે નહીં, તે શોધવા માટે આ સ્પેક્ટ્રલ શિફ્ટની શોધ થઈ. જ્યારે તારો આપણી તરફ આગળ વધે છે ત્યારે ઉત્સર્જિત થતી પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય છે. તેથી તેનું વર્ણપટ વાદળી રંગનું જોવા મળે છે. જ્યારે તે આપણાથી દૂર જાય છે ત્યારે તેની પ્રકાશની તરંગ લંબાઈ લાંબી હોવાથી તેનું વર્ણપટ આપણને લાલ રંગનું જોવા મળે છે. આપણી સૂર્ય માળાની જેમ અન્ય સૂર્યમાળા એટલે કે સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહોને શોધવા માટે ડોપ્લર ટૅક્નિકનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ ટૅનિક તારાની આજુબાજુ પરિક્રમા કરતા વિશાળ ગ્રહો જોવા માટે સૌથી યોગ્ય છે, કારણ કે તારાની આજુબાજુ વિશાળ ગ્રહ હોય તો તેની હલનચલનની પ્રક્રિયા વધુ થાય છે. હલનચલન વધુ થવાથી નોંધ લેવાય એટલી ખૂબ જ મોટી સ્પેક્ટ્રલ શિફટ બને છે. આમ, આ પદ્ધતિથી શોધાયેલી અન્ય સૂર્યમાળામાં જે-તે તારાની આજુબાજુ ખૂબ જ મોટા ગ્રહો ફરતા જોવા મળ્યા છે.

Denne historien er fra September 09, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 09, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024