-અને નવા વર્ષની કેટલીક અજોડ શુભેચ્છાઓ
ABHIYAAN|December 09, 2023
‘મની’ ન હોય, ‘ટાઇમ' તો છે ને! ટાઇમને મની સમજી એની બચત કરો.
હર્ષદ પંડ્યા
-અને નવા વર્ષની કેટલીક અજોડ શુભેચ્છાઓ

વિક્રમ સંવત ૨૦૭૯નું વર્ષ તો પૂરું થઈ ગયું. ૨૦૮૦નું વર્ષ સૌ માટે એટલું જ સરસ, એટલું જ પ્રસન્ન અને એટલું જ સ્વસ્થ નીવડે, કે જેની સૌએ પોત પોતાની રીતે યથાશક્તિ કલ્પના કરી હોય.

હમણાં એક મિત્ર મળ્યા. એમણે ચાની ચૂસકી લેતાં મને કહ્યું : ‘હું વિચારું છું કે નવા વરસમાં એકાદ બંગલો, બે-ત્રણ પ્લોટ અને એકાદ મર્સિડિઝ કાર ખરીદી લઉં.’ મેં એમની વાતને કાપતાં કહ્યું: ‘આ તો ઓછું કહેવાય, કંઈક વધારે ખરીદવાનું વિચારો.' ત્યારે મિત્રએ ચોંકીને પૂછ્યું: ‘વધારે? આનાથી વધારે તો જોખમ ના કહેવાય?’ ત્યારે મિત્રના ખભા પર હાથ મૂકતાં મેં કહ્યું: ‘મિત્ર, ખરીદી કરવામાં જોખમ હોય, વિચાર કરવામાં થોડું હોય?’

આવું છે મિત્રો! પણ ૨૦૮૦ના નવા વર્ષમાં, શક્તિ ન હોય તો પણ આવું આવું વિચારવાની શક્તિ મળે એય ઘણું કહેવાય! તો, ૨૦૮૦નું નવું વર્ષ આપ સૌને સુખદાયી, યશદાયી અને ફળદાયી નીવડે એ માટે હું આ પ્રમાણે શુભેચ્છાઓ પાઠવું છું:

* અમેરિકાના સ્થાપકો પૈકીના એક બેન્જામિન ફ્રેન્કિલને ૧૭૪૮માં બહુ જ ફ્રેન્ક્સી કહેલું કે Time is money.

આજના નવા વર્ષે સૌને શુભેચ્છા કે બચત કરવા માટે ભલે ‘મની’ ન હોય, ‘ટાઇમ’ તો છે ને! ટાઇમને મની સમજી એની બચત કરો.

જમાનો ફાસ્ટનો છે, મતલબ કે ઉપવાસનો નહીં, ઝડપનો છે. આજે બધાંને બધું જ ફાસ્ટ જોઈએ. આજના ફાસ્ટ ટાઇમમાં બચત કરવા જેવું આપણી પાસે હજુ પણ કંઈ બચ્યું હોય તો તે સમય છે, ટાઇમ છે. ટાઇમનું ઇન્વેસ્ટમૅન્ટ ઊંઘમાં – મતલબ કે ઊંઘવામાં કરો. દુનિયામાં સૌથી વધુ ઘાતક કોઈ રોગ હોય તો તે છે અનિદ્રાનો રોગ. મોટા ભાગના લોકો ઊંઘવા માટે હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખે છે. જેને ઊંઘવાનું વરદાન મળ્યું છે એણે આજથી જ સહેજ પણ આળસ કર્યા વિના બસ ઊંઘવા જ માંડવું. સુખી માણસ જ ઊંઘી શકે છે, શ્રીમંત નહીં. ભગવાન તમને સુખી બનાવે એવી શુભેચ્છા!

* નવા વરસમાં તમારે ત્યાં આવતા દરેક અતિથિમાં તમને દેવદર્શન થાય અને ચાન્સ મળ્યે તમે કોઈને ત્યાં અતિથિ બનીને જાઓ, તો એ લોકોને પણ તમારામાં દેવદર્શન કરવાની શક્તિ મળે એ માટે તમને અને એમને ખૂબ ખૂભ શુભકામનાઓ!

Denne historien er fra December 09, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 09, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 mins  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024