ફાગણ ફોરમતો આયોને થોડા દિવસ પસાર થયા છે. ધીમે ડગલે પાછી વળેલી ઠંડીએ મહા મહિનાના માવઠાને લીધે ફરી ચમકારો દેખાડ્યો છે અને તેમ છતાં આપણને સૌને એ પાકી ખાતરી છે કે ઠંડી ઘટવા અને કાળઝાળ ગરમીના જાલીમ દનૈયા ચડવા વચ્ચેના આ વાસંતી દિવસોની સવાર, સાંજ અને મોડી રાત સુધીનો ખુશનુમા માહોલ કેવો મીઠ્ઠો-મધુરો અને લોન્ગ ડ્રાઇવ કે લોન્ગ રાઇડથી તન-મનને બહેકાવે તેવો હોય છે.
સૂર્યોદય થાય તે પહેલાં જ શહેરના લીસ્સા રસ્તા પર સાઇક્લિંગનો આનંદ લેવો કે કોઈ અરબન ફોરેસ્ટ જેવા આપણા જ શહેરના ઉદ્યાનની પાન ખરેલી રંગીન કેડી પર ચાલવા જવું એ ફાગણની અંકુર ફૂટતી ક્ષણોને વધાવવા જેવું મંગલમય હોય છે. ઢળતી સાંજે આપણને ગમતા કાંઠે-કિનારે કે ટેકરી પર બેસી ફાગણની ભીની સુગંધને શ્વાસોશ્વાસમાં ભરવી કે શહે૨ આસપાસના તળાવડે તરતાં જળચર પંખીડાંઓની પાણી પર સરકતી રમતને સૂર્યાસ્તની ક્ષણો સુધી કૅમેરાની ઝોળીમાં ભરવી એ પણ ફાગણનો રિયલ ચાર્મ હોય છે.
સાંજ-સવારના આવા આઉટિંગ ઉપરાંત ફાગણમાં તો શક્કરખોરાના મીઠ્ઠા શોરબકોર આપણા આંગણાનાં ફૂલોને સ્પર્શે છે અને દૂર દેશથી આવેલા ઓલા યાયાવર કુંજડા પોતાની પાંખમાં પરદેશી પ્રેમ ભરીને પોત પોતાને દેશ જવા એક સાથે ઊડતાં પણ જોવા મળે છે.
ફાગણની આવી મઘમઘતી એન્ટ્રીનો રંગીન માહોલ તો આપણા ઘરની બારી કે બાલ્કનીથી આપણા કર્ણદ્વારે પહોંચે છે, પરંતુ કેસૂડાંનાં કેસરી ફૂલોનો વૈભવ જોવા તો વન વગડા તરફ વાસંતી દોટ મૂકવી જ પડે છે, કારણ કે કેસૂડાંનાં એકાદ-બે વૃક્ષનાં દર્શનથી આપણું હ્રદય સભર થતું નથી.
સરદારને સમર્પિત સ્મારક સ્થળ એવું સ્ટેચ્યુ ઑફ યુનિટી તો એક ગમતા પ્રવાસન સ્થળ તરીકે છેલ્લાં ઘણાં વર્ષોથી ઊભરી જ આવ્યું છે, પરંતુ વિશ્વની સૌથી ઊંચી એકતાની આ પ્રતિમા જ્યાં આવેલી છે તે એકતાનગર વેલીની અંદરની કેસૂડાં ટૂર તો ફાગણની ફોરમને ઝીલવાનું તાજું ડેસ્ટિનેશન છે.
ગુજરાતના નર્મદા જિલ્લાના સરદાર સરોવર રિસોર્ટની સામે રહેલા એકતાનગર રેલવે સ્ટેશનથી એસઓયુ સુધી પહોંચી તેની આસપાસની મસ્ટ ડુની યાદીની આ કેસૂડાં ટૂર આપણને પલાશ વનમાં પ્રવેશ આપે છે. એસઓયુના સાંનિધ્યમાં આવેલી શ્રેષ્ઠ ભારત ભવન નામની આરામદાયક હોટલના આંગણેથી બસ દ્વારા શરૂ થતી આ કેસૂડાં ટૂર પૂર્ણ થાય એટલે વન્સ અગેઇન શ્રેષ્ઠ ભારત ભવનના પોર્ચમાં બસ આપણને ડ્રોપ પણ કરી જાય છે.
Denne historien er fra Abhiyaan Magazine 23/03/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 23/03/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ