સ્ટેટ ટ્રાન્સપોર્ટ કે અ.મ્યુ.ટ્રા.સ. (અમારો મિત્ર બાબુ બૉસ અ.મ્યુ.ટ્રા.સ. ને અ.મ્યુ.ત્રા. સ. કહે છે)ની બસની પાછળ વરસો પહેલાં ‘એક કે બે બસ’ની સરકારી જાહેરાત મૂકવામાં આવતી હતી. વસતિપ્રધાન દેશના એક અવિભાજ્ય અંગ તરીકે કેટલાક ભરાવદાર પરિવારને આ જાહેરાત પ્રત્યે અણગમો થાય એ સહજ છે. જોકે વાંચવા પૂરતી તો સારી લાગતી, પણ દોઢ-બે કલાક સુધી બસસ્ટેન્ડ પર એક પણ બસ ન આવે ત્યારે બેબસ હાલતમાં ધકેલાવું પડે છે. ગયા રવિવારે ખરે તડકે મારી આવી જ દશા થઈ. આવી દશાને જ્યોતિષશાસ્ત્રમાં મહાદશા કહે છે, ક્યાંય સુધી બસની રાહ જોતો ઊભેલો જોઈને કેટલાક માટે હું સસ્પેન્સનો વિષય પણ બની ગયો.
બાજુની ફૂટપાથ પર પોપટ લઈને બેઠેલા એક જ્યોતિષી મહારાજ પોપટાનંદજીની નજર મારી ઉપર પડી. ‘હમ મિલે... તુમ મિલે... એક દૂજે કે લિએ...!' ગાતો હોય એમ મને લાગવા માંડ્યું. મને કશાક વિચારમાં પડેલો જોઈને પોપટાનંદજી મહારાજે કહ્યું, ‘પ્રતીક્ષા. બસ જિંદગીભર તુમ્હેં પ્રતીક્ષા હી કરની હૈ બેટા, આ મેરે પાસ આ.' મેં આમતેમ જોઈ લીધું કે મને કોઈ જોતું તો નથી ને? હું ધીરેથી જ્યોતિષી મહારાજની બાજુમાં ગોઠવાઈ ગયો. કોઈ પ્રિયતમ એની પ્રિયતમાનો હાથ પકડે એવી પ્રેમાળ ઝડપથી એણે મારો હાથ પકડીને મારી પાંચે આંગળીઓ પર રંગબેરંગી નંગવાળી વીંટીઓ પહેરેલી જોઈ. હથેળીને ઊંધીચતી કરીને પછી સહેજ ધીમા અવાજે મને કહ્યું, ‘બેટા, મુસીબતોથી બચવું છે કે નહીં?’
‘હા બાપજી,' મેં હાથ ખેંચીને મારી આંગળીઓ પરની વીંટીઓ ચેક કરી લેતાં કહ્યું, ‘મુસીબતોથી બચવા માટે તો આપની પાસે આવ્યો છું, મહારાજ.’
જ્યોતિષી મહારાજે મને હુકમ કરતાં કહ્યું, ‘તો પછી, કાઢી નાખ આ બધું. ઉતારી નાખ, ફેંકી દે આ બધું. હવે તારે કશું જ પહેરવાની જરૂર નથી.’
હું તો આવું સાંભળીને પૂરા આઘાત સાથે મારાં કપડાં-અલબત્ત, પહેરેલાં કપડાં સંભાળીને ઊભો થઈ ગયો. મારાથી પૂછાઈ ગયું. ‘તમારો શો વિચાર છે આ ધોળે દહાડે? દિગંબર સ્થિતિમાં મારું પ્રમોશન કરીને મને પણ રાજકારણીઓની પંગતમાં બેસાડવા માંગો છો કે શું?’
Denne historien er fra Abhiyaan Magazine 06/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 06/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ