લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક બેઠકનું મહત્ત્વ છે, પરંતુ ગુજરાતનું વિશેષ મહત્ત્વ એ રીતે છે કે તે સત્તાધારી પક્ષના બે સૌથી મહત્ત્વના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ઉપરાંત ચૂંટણીના ચાણક્ય અમિત શાહની હોમ પીચ છે. આ લેખ પ્રકાશિત થશે ત્યારે ત્રીજા તબક્કાના મતદાનને આડે ચારેક દિવસ બાકી રહ્યા હશે. આ તબક્કાનું મતદાન ૭ મેના રોજ છે, જેમાં ગુજરાતની બધી ૨૬ બેઠકો સામેલ છે. સુરત બેઠકના મતદારોનો મતાધિકાર વગર વાંકે છીનવાઈ ગયો, તે આપણા વર્તમાન રાજકારણની બલિહારી છે! આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં, તેમ જ બાકીના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા સુરત બેઠક ભાજપને ફાળે ગઈ છે. હવે બાકીની ૨૫ બેઠકો પર ૨૬૬ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૯ મહિલાઓ સામેલ છે. અહીંયા વિધાનસભાની પાંચ બેઠકો વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાના કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતા આ બેઠકો પર પેટા ચૂંટણી પણ સાથે જ યોજાઈ રહી છે.
ગુજરાતનું રાજકીય ચિત્ર કેવું છે?
લોકસભાની ૨૦૧૪ અને ૨૦૧૯ની બંને ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે બધી જ બેઠકો જીતેલી છે. આમ પણ ગુજરાતમાં છેલ્લાં પચ્ચીસ કરતાં વધારે વર્ષોથી ભારતીય જનતા પક્ષનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે. સ્થાનિક સ્તરે સતત નબળી નેતાગીરીના કારણે કોંગ્રેસની સ્થિતિ છેલ્લાં ઘણાં વર્ષોથી ભાજપ માટે પડકારજનક નથી રહી. છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન કોંગ્રેસના મોટા ગજાના ઘણા નેતાઓ કે જેઓ જુદા-જુદા સમુદાયો પર પ્રભુત્વ ધરાવતા હતા, તેઓ ભાજમાં જોડાઈ ગયા છે. આ સિલસિલો આજે પણ ચાલુ છે. કોંગ્રેસનું આવું પતન રોકનાર કોઈ પ્રભાવશાળી નેતા સ્થાનિક સ્તરે અહીં કોંગ્રેસમાં ન હોવાથી કોંગ્રેસની વિચારધારાને પ્રતિબદ્ધ મતદારો અને કાર્યકર્તાઓ નિરાશ છે. વળી, આ કારણે જ નવી પેઢીના યુવાનો પણ કોંગ્રેસ સાથે જોડાતા ખચકાટ અનુભવે છે.
Denne historien er fra Abhiyaan Magazine 11/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 11/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?
નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી
બિહારમાં જાતિવાદી સમીકરણો ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાંના પછાતવર્ગો ઉપર નીતિશ કુમારના પ્રભાવને નકારી શકાય તેમ નથી
પૈસો સારો કે ખરાબ?
નિર્ધન લોગોં કી બસ્તી મેં, ઘર-ઘર કલ યે ચર્ચા થા વો સબસે ધનવાન થા, જિસ કી જેબ મેં ખોટા સિક્કા થા.
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ