પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 06/07/2024
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
રક્ષા ભટ્ટ.
પ્રવાસન

હિમાચલ પ્રદેશ એટલે માત્ર ઍડવેન્ચર ઍક્ટિવિટીઝ, હોં હા. .અને હનીમૂનર્સ પેરેડાઇઝ એવું નથી. અહીં પ્રાચીન કિલ્લાઓ છે, મહેલો છે અને મંદિરો પણ છે. જેમાં કાંગરાનું જવાલામુખી મંદિર, બૈનર નદીને કાંઠે આવેલું ચામુંડા દેવી મંદિર, બિલાસપુર જિલ્લામાં આવેલું નૈનાદેવી મંદિર, ભરમોરનું મણિમહેશ અને તે ઉપરાંતનાં પણ અનેક મંદિરો ખરાં, જેમાં હાટકોટી વેલીમાં આવેલું મા હાટેશ્વરીદેવી મંદિર હિમાચલની હાટકોટી વેલીનું સત્ત્વ છે.

સફરજનના બગીચા, ઘાસનાં લીલાંછમ મેદાનો, દેવદારનાં ઘટાટોપ જંગલો અને ચાંશલ પર્વતમાળાના સાંનિધ્યે રહેલી હાટકોટી વેલીમાં પબ્બર નદીને કાંઠે આવેલા હાટકોટી ગામમાં સ્થિત આ હાટેશ્વરીદેવી મંદિર હાટકોટી મંદિર તરીકે પણ ઓળખાય છે.

વૃક્ષાચ્છાદિત હિમાલયન રેન્જનું નયનરમ્ય બૅકગ્રાઉન્ડ ધરાવતું આ મંદિર મા દુર્ગાને સમર્પિત છે. ૪,૭૩૧ ફૂટની મોડરેટ ઊંચાઈ પર સ્થિત આ મંદિર શિમલાની પૂર્વે ૧૦૫ કિલોમીટરના અંતરે આવેલું એવું મંદિર છે, જેમાં દેવી દુર્ગાના મહિષાસુરમર્દિની અવતારની અષ્ટધાતુની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી છે. હાટકોટી મંદિરના વિશાળ પરિસરમાં મહાદેવનું પણ પ્રાચીન મંદિર છે, જેમાં ૨હેલું શિવલિંગ ખાસ્સું પહોળું છે.

આ બે મંદિરો ઉપરાંત આ હાટકોટી ટેમ્પલ કોમ્પ્લેક્ષમાં અલગથી કીર્તન ઘર અને ધર્મશાળા પણ છે. અહીંની યજ્ઞશાળામાં યજ્ઞો અને અન્ય વિધિ-વિધાનો થતાં રહે છે. એકસાથે ૩૫૦ માણસો બેસી શકે તેવો સત્સંગ હૉલ અહીંના સ્થાનિક હિમાચલીઓથી જીવંત હોય છે. મંદિરની નીચે રહેલી છ ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ પહોળી ટનલ એવું કહે છે કે, આ મંદિર મહાભારતના સમયનું પ્રાચીન મંદિર છે.

સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ મંદિર આઠમી-નવમી સદીનું માનવામાં આવે છે, જે ભારતના ઇતિહાસનો ગુર્જર પ્રતિહાર સમયગાળો સૂચવે છે, જે સમયગાળામાં કોતરકામવાળી મૅનલ્સ, કલાત્મક શિલ્પો અને ખુલ્લા પેવેલિયનવાળાં મંદિરો બંધાણા હતાં.

Denne historien er fra Abhiyaan Magazine 06/07/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 06/07/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા

આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો

time-read
7 mins  |
Abhiyaan Magazine 28/09/2024
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
ABHIYAAN

શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા

*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.

time-read
8 mins  |
Abhiyaan Magazine 28/09/2024