હવે થશે ‘કેરી'ની ટક્કરઃ કેસર VS સોનપરી
ABHIYAAN|Abhiyaan Magazine 20/07/2024
સ્વાદશોખીનોની મનપસંદ બની ગયેલી કેસર કેરીને ટક્કર મારવા નજીકના ભવિષ્યમાં જ બજારમાં સોનપરી જેવું રૂપકડું નામ ધરાવતી કેરી આવશે. સોનપરી કેસર કરતાં પણ વધુ ગુણ ધરાવતી હોવાના દાવા તો કરાઈ રહ્યા છે, પરંતુ સાચી હકીકત તો તેનો સ્વાદ ચાખ્યા પછી, શોખીનોના મનમાં તે કેવું રાજ કરે છે, તેના પરથી ખબર પડશે.
સુચિતા બોઘાણી કનર
હવે થશે ‘કેરી'ની ટક્કરઃ કેસર VS સોનપરી

કચ્છની કેસર કેરીની સિઝન નાની હોય છે, તેમ જ તે લાંબો સમય ટકતી નથી. આથી ખેડૂતોને તથા સ્વાદશોખીનોને તેનો લાભ આખા ઉનાળા દરમિયાન મળતો નથી. કેસર આંબાની ડાળીઓ નબળી હોવાથી ભારે પવનમાં કેરીઓ પડી જાય છે. તેવી જ રીતે હાફુસ કેરી સ્વાદમાં સર્વોત્તમ હોવા છતાં તેને વધુ ગરમી લાગે કે તરત જ બગડી જાય છે. જ્યારે કેસર સાથે હરીફાઈમાં ઊતરી રહેલી સોનપરીની સિઝન લાંબી છે, તેની ટકાઉ શક્તિ વધુ છે, તે ઝડપથી બગડતી નથી તેમ જ તેની ડાળીઓ વધુ મજબૂત છે.

સોનપરીમાં હાફુસ અને બન્નેશાન અથવા બનીશાન નામની આંધ્રપ્રદેશની મશહૂર કેરીના ગુણ છે. સોનપરી સ્વાદમાં હાફુસ જેવી અને કદમાં બનીશાન જેવી મોટી હોય છે.

ઉનાળો બેસે અને સ્વાદરસિયાઓ કેરીનો સ્વાદ માણવા ઉતાવળા થઈ જાય. હાફુસ, કેસર, બદામ, લંગડો, પાયરી જેવી વિવિધ જાતની કેરીથી બજારો છલકાવા લાગે ત્યારે સ્વાદપ્રેમી ઓ હાફુસ અને કેસર ઉપર પહેલી પસંદગી ઉતારે છે, પરંતુ હાફુસ વધુ ગરમી સહન કરી શકતી નથી, ઝડપથી બગડી જાય છે, જ્યારે મોડી શરૂ થતી કચ્છની કેસરની સિઝન નાની હોય છે, તેમ જ કેસર કેરી પ્રમાણમાં વહેલી બગડી જાય છે. આથી સ્વાદશોખીનો તેનો આસ્વાદ લાંબો સમય લઈ શકતા નથી. ખેડૂતોને પણ તેના સ્થાનિક વ્યાપાર માટે કે નિકાસ માટે વધુ સમય મળતો નથી. ઉપરાંત કેસર કેરીના ઝાડની ડાળીઓ નબળી હોવાના કારણે કેરી ખરવાનું પ્રમાણ વધુ હોય છે. આવા સંજોગોમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો હાફુસ અને કેસર કેરીની અવેજીની સ્વાદમાં ઉત્તમ અને ટકાઉ હોય તેવી કેરી માટે સંશોધન કરી રહ્યા હતા.

લાંબા સમયના સંશોધન પછી ૨૦૦૧માં વલસાડી હાફુસ અને આંધ્રપ્રદેશ અને તામિલનાડુની બન્નેશાન કેરીના સંયોજનથી નવી સોનપરી કેરી વિકસાવવામાં તેમને સફળતા મળી હતી. આજે કચ્છ સહિત ગુજરાતભરના ખેડૂતો કેરીની આ નવી જાતના વાવેતરમાં રસ રાખી રહ્યા છે. હજુ આ કેરી બજારમાં જોવા મળતી નથી, પરંતુ બે વર્ષ પછી મોટા પ્રમાણમાં બજારમાં આવવાની શક્યતા છે. ત્યારે હાફુસ, કચ્છની કેસર અને સોનપરી પૈકી કઈ કેરીને સ્વાદના રસિયાઓ વધુ પસંદ કરે છે, તે જોવાનું રસપ્રદ બની રહેશે.

Denne historien er fra Abhiyaan Magazine 20/07/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 20/07/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
આંદોલનની આસપાસ...ચોપાસ
ABHIYAAN

આંદોલનની આસપાસ...ચોપાસ

• આંદોલન સ્વયં એક શસ્ત્ર છે, પરંતુ તેનું જે શાસ્ત્ર બન્યું છે એ તો થઈ ચૂકેલા આંદોલનના અનુભવોના આધારે બન્યું છે. • નવનિર્માણ સ્વયંભૂ આંદોલન હતું અને તેના નેતાઓ કોઈ સ્થાપિત કે અનુભવી નેતા નહીં, પણ વિદ્યાર્થીઓ જ હતા. • ગુજરાતી સાહિત્યમાં આ આંદોલનનું પ્રતિબિંબ ઝીલાય એવી કૃતિ સર્જાઈ નથી.

time-read
4 mins  |
Abhiyaan Magazine 02/09/2022
વિશ્વની યુવા શક્તિનાં કેટલાંક સર્વ સામાન્ય તત્ત્વો
ABHIYAAN

વિશ્વની યુવા શક્તિનાં કેટલાંક સર્વ સામાન્ય તત્ત્વો

• સારાયે યુવા જગતની સરખામણીમાં આંદોલનમાં સક્રિય થનારા યુવાનો ઓછા હોય છે. • તેઓ રાજનીતિને પ્રભાવિત કરવા ઇચ્છે છે, તેઓ કિનારા પર રહે છે, પરંતુ રાજનીતિના સમુદ્રમાં કૂદી પડતા નથી. • તેઓ પોતાનાથી મોટા, પીઢ લોકો સાથેના વિચારભેદને સહન કરી શકતા નથી.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/09/2022
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

યુએસએ વિઝા વિન્ડો (૨)

time-read
3 mins  |
Abhiyaan Magazine 24/08/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

સ્કિન પીલિંગ થવા પાછળનાં કારણ અને નિવારણ

time-read
2 mins  |
Abhiyaan Magazine 24/08/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ

રાઇટ એન્ગલ, રાઇટ ટાઇમ સારા ફોટોગ્રાફરતી છે યોગ્યતા

time-read
3 mins  |
Abhiyaan Magazine 24/08/2024
ઉત્સવથી આફત સુધી સાથે રહેવાની ભાવના એટલે રક્ષાબંધન
ABHIYAAN

ઉત્સવથી આફત સુધી સાથે રહેવાની ભાવના એટલે રક્ષાબંધન

માનવીય સંબંધોમાં ભાઈ-બહેનનું હેત એવી લતા છે, જે રાખડીના સૂતરના તાંતણે લીલીછમ્મ કોળે છે. આ સંબંધ બાળપણની ‘પોચી પૂનમ’ના આનંદથી લઈને જીવનની કઠિન ક્ષણોના સધિયારા સુધી અનેરો સંબંધ છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 24/08/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

રાજસી મહેલોનો સોનેરી શણગાર: ઉસ્તા કલા

time-read
4 mins  |
Abhiyaan Magazine 24/08/2024
ચર્નિંગ ઘાટ .
ABHIYAAN

ચર્નિંગ ઘાટ .

જાલફ્રેઝીની જાનદાર જાળ

time-read
8 mins  |
Abhiyaan Magazine 24/08/2024
કરવા જેવો એક સત્યનો પ્રયોગ રાજકીય રક્ષાબંધન
ABHIYAAN

કરવા જેવો એક સત્યનો પ્રયોગ રાજકીય રક્ષાબંધન

શાસકપક્ષ અને વિરોધપક્ષ બંને એકબીજાનું રક્ષાબંધન કરે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 24/08/2024
કચ્છમાં સહકારી ખેતીનો નવો પ્રયોગ
ABHIYAAN

કચ્છમાં સહકારી ખેતીનો નવો પ્રયોગ

મોંઘવારી વધી રહી છે, ખેતી કરવી મોંઘી પડી રહી છે. ઉત્પાદન ખર્ચ જેટલું વળતર અનેક વખત મળતું નથી. કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણા જેવા સરહદી તાલુકામાં સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. નવી પેઢી ખેતીમાં આવવા રાજી નથી. ત્યારે ખેતીને પોષણક્ષમ બનાવવા, જમીનો ઉજ્જડ બનતી અટકાવવા માટે એક નવો પ્રયોગ કચ્છની ધરતી ઉપર થઈ રહ્યો છે. તે છે સહકારી ખેતીનો.

time-read
5 mins  |
Abhiyaan Magazine 24/08/2024