બાંગ્લાદેશમાં પાંચમી ઑગસ્ટના ઘટનાક્રમે દેશ અને દુનિયાને આશ્ચર્ય અને આંચકો આપ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા છાત્ર આંદોલનની આ પરિણતિ હોવાનું માની શકાય, પણ એ પરિણતિ સ્વાભાવિક હોવાનું કહી નહીં શકાય. સપાટી પરનું ચિત્ર હજુ અસ્પષ્ટ અને ભ્રામક છે. તેના કરતાં પણ વધુ ભયાવહ અને ખતરનાક ચિત્ર પડદા પાછળનું છે. એક દેશના વડાપ્રધાન પાસેથી માત્ર પિસ્તાળીસ મિનિટમાં સત્તા છીનવી લેવી અને તેમને દેશવટો આપી દેવાનું કૃત્ય એ કોઈ પરિકથાનું વાર્તાતત્ત્વ ન હોઈ શકે. ઢાકામાં જે કાંઈ બન્યું છે અને બની રહ્યું છે, તેની પટકથા રાવલપિંડીમાં લખાઈ હોવાની ચર્ચા છે. આંદોલનકારી વિદ્યાર્થીઓની અનામતની માગણી સ્વીકૃત થઈ ગયા પછી પણ આંદોલનને ચાલુ રાખીને શેખ હસીનાના રાજીનામાની માગણીમાં પરિવર્તિત કરવાનું કામ આવા બાહ્ય પરિબળોના ઇશારે જ થયું હોવાનું માનવામાં કશું ખોટું પણ નથી. વિદ્યાર્થીઓ અને તેના નેતાઓ કેટલી હદે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હશે એ તો બાંગ્લાદેશના નિર્માતા શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પર હથોડા ઝીંકવાની તસવીરો પરથી સ્પષ્ટ થઈ જાય છે. બંગબંધુ પ્રત્યેની આટલી ઘૃણા અને તિરસ્કાર એ સ્વાભાવિક ઘટના નથી. તેને સમજવા કેટલીક વિગતો જાણવી જરૂરી છે.
Denne historien er fra Abhiyaan Magazine 17/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 17/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?