કચ્છની ધરતી પોતાની અંદર અનેક રહસ્યોને સાચવી રહી છે. ધોળાવીરા જેવું નગર કે અન્ય સિંધુ સંસ્કૃતિની વસાહતો કચ્છનો ઇતિહાસ કેટલો પ્રાચીન હતો તે પ્રત્યે અંગુલીનિર્દેશ કરે છે. અત્યાર સુધી કચ્છમાં જોઈએ તેવું ઉત્ખનન થયું નથી. તેના કારણે ઇતિહાસકારો ઇતિહાસની મહત્ત્વની ખૂટતી કડીઓ પર પૂરો પ્રકાશ પાડી શક્યા નથી. થોડા સમય પહેલાં જ ઈશાન કચ્છમાં લખપત તાલુકાના સાંયરા યક્ષ વિસ્તારમાં ૮૦ જેટલા બૌદ્ધ વિહારો હોવાનું સેટેલાઇટ તસવીરોમાં સામે આવ્યું છે. વર્ષો પહેલાં સ્વ. કે.કા. શાસ્ત્રીએ પોતાના પુસ્તક ‘અસાંજો કચ્છ’માં આ વિસ્તારમાં જોવા મળેલા અવશેષો વિશે ઉલ્લેખ કર્યો છે. તેમ જ વિખ્યાત ચીની પ્રવાસી હ્યુ એન સંગે પણ ઈ.સ. ૬૩૦ અને ઈ.સ. ૬૪૪માં આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમણે આ વિસ્તા૨માં ધમધમતું નગર હોવાનો અને ૮૦ જેટલા બૌદ્ધ વિહારો જોયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ વાતનો પુરાવો ઇસરોના માજી વૈજ્ઞાનિકને સેટેલાઇટ તસવીરોમાં મળ્યો છે. ચીનનો અન્ય એક પ્રવાસી ફાહિયાન પણ ઈ.સ. ૩૯૯ અને ૪૧૪માં આ વિસ્તારમાં આવ્યો હોવાનું મનાય છે.
દૂરના ભૂતકાળમાં કચ્છમાં સિંધુનાં પાણી વહેતાં હતાં, લખપત એક મોટું બંદર હતું. સિંધુના પાણીથી આખો વિસ્તાર લીલોતરીથી છવાયેલો હતો. અહીં લાલ ચોખાની ખેતી થતી હતી. કચ્છમાં પ્રાચીન સમયનાં અનેક નાનાં-મોટાં નગરોના અવશેષો મળી આવે છે. ત્યારે લખપત તાલુકામાં એકાદ લાખની વસતી ધરાવતું નગર હોવાની અને તેની નજીક ૧૬૦૦થી ૧૮૦૦ સાધુઓના વસવાટવાળા ૮૦ જેટલા વિહાર હોવાની પૂરી શક્યતા નિષ્ણાતો જોઈ રહ્યા છે.
Denne historien er fra Abhiyaan Magazine 07/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 07/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?