લોસ એન્જેલસના મારા આઠ દિવસના રોકાણ દરમિયાન શિલ્પા, વિસ્મય અને પાયલે પોતાનાં કામધંધા છોડીને અમને જુદી-જુદી જગ્યાએ ફરવા લઈ જવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. એમાંની એક જગ્યા ગ્રિફિથ ઑબ્ઝર્વેટરી પણ હતી. આ જગ્યા મારો રસનો વિષય હોવાથી આ મુલાકાતની ધુરા મને સોંપવામાં આવી. તેથી જગ્યાની રૂબરૂ મુલાકાત કરાવતાં પહેલાં તેનો પરિચય આપવો જરૂરી છે. પૃથ્વી પરના ફિલ્મી સ્ટારોને દેખાડવાનું કામ હોલિવૂડે કર્યું છે. તેવી જ રીતે બ્રહ્માંડના અનેક તારાઓને દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે.
આ ઑબ્ઝર્વેટરી લોસ એન્જલસમાં માઉન્ટ હોલિવૂડ વિસ્તારની ઊંચી ટેકરી પર આવેલી છે. ગ્રિફિથ જેનકિન્સ ગ્રિફિથ તરફથી લોકોને ખગોળશાસ્ત્રનું જ્ઞાન અને વેધશાળાના દ્વારા આકાશ-દર્શન કરી શકાય તે માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. બ્યુક્સ - આર્ટ થીમ પર આધારિત કોંક્રિટ એક્સટીરિયર્સ, કૉપર ઑબ્ઝર્વેટરી ડોમ્સ, માર્બલ ફ્લોર્સ અને જટિલ મૅટલવર્ક આ વેધશાળાની આગવી ઓળખ છે. ગ્રિફિથના મરણોત્તર વસિયતનામા દ્વારા વેધશાળાની સ્થાપના ઍસ્ટ્રોફિઝિસ્ટ જ્યોર્જ એલેરી હેલ અને આર્કિટેક્ટ્સ જ્યોર્જ સી.ઓસ્ટિન અને ફ્રેડરિક એમ. એશલીના યોગદાનથી કરવામાં આવી હતી. ભારે મંદી હોવા છતાં, જૂન ૧૯૩૩માં કૈલ ટૅકના વૈજ્ઞાનિકો, માઉન્ટ વિલ્સન ઑબ્ઝર્વેટરીના એન્જિનિયરો, શિલ્પકારો અને બિલ્ડરોના સહયોગથી બાંધકામ શરૂ થયું. ૧૪ મે, ૧૯૩૫ના રોજ તેનું ઉદઘાટન થયું.
પ્લેનેટોરિયમ અને વિજ્ઞાન સાહિત્યમાં તેની આગવી ભૂમિકા છે. ગ્રિફિથ ઑબ્ઝર્વેટરીમાં ‘બેંક ટુ ફ્યુચર II, ‘ટ્રાન્સફોર્મર્સ’ અને તાજેતરમાં જ ‘મૂનફૉલ' જેવી ક્લાસિક ફિલ્મોનું શૂટિંગ થયું છે. ફિલ્મો ઉપરાંત, વેધશાળામાં ‘સ્ટાર ટ્રૅકઃ વોયેજર’થી ‘NCIS :લોસ એન્જલસ' સુધી ચાલતી ટીવી શ્રેણીનાં શૂટિંગ પણ અહીં થયાં છે. આજે ગ્રિફિથ વેધશાળા વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને સિનેમૅટિક ઇતિહાસની દીવાદાંડી બની છે.
હું અને હેમલતા સવારથી લોસ એન્જેલસની સાઇટ-સીન કરવા નીકળી પડ્યાં હતાં. છેલ્લે આ ઑબ્ઝર્વેટરી આવતી હોવાથી અમે સાઇટ-સીનની ટૂર બસ છોડી દીધી. શિલ્પા, વિસ્મય અને પાયલ ઘરેથી સીધા અહીં આવીને અમારી રાહ જોઈ રહ્યાં હતાં. જગવિખ્યાત મોટા અક્ષરે HOLLYWOOD લખેલી ટેકરીનો સેલ્ફી પોઇન્ટ પણ અહીં જ છે. (ફોટો)
Denne historien er fra Abhiyaan Magazine 23/11/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 23/11/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?
કવર સ્ટોરી
એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?
કવર સ્ટોરી
ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા
રાજકાજ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી