સિનેમા સંગીતપ્રેમીઓને બ્લૅક ઍન્ડ વ્હાઈટકાળની કુંદન ફિલ્મનું ગુલામ મોહમ્મદ સ્વરાંકિત આ ગીત કદાચ યાદ હશેઃ
આઓ હમારે હોટેલ મેં, ચાય પીઓ જી ગરમ ગરમ, બિસ્કૂટ ખાઓ નરમ નરમ..
ઍક્ટર ઓમપ્રકાશ અને મનોરમા પોતાની નવી ખોલેલી રેસ્ટોરાંમાં ગ્રાહકો આવે એ માટે આ ગીત ગાતાં હતાં, કેમ કે તે વખતે ઈટિંગ આઉટનું એવું કંઈ ખાસ ચલણ નહોતું.
૧૯૬૦ના દાયકામાં કર્ણાટકના મેંગલોર, ઉડિપીથી નીકળેલા શેટ્ટી લોકોએ ઈડલી-ઢોસા-મેંદુવડાં, વગેરે પીરસતી રેસ્ટોરાં ખોલવા માંડી. લોકો રિવવારે એમાં સપરિવાર જવા માંડ્યા, તે વખતે એમાં નવી ડિશની જેમ એક નવું પાસું ઉમેરાયુંઃ ટિપ અથવા બક્ષિસ. બિલ-વરિયાળીની સ્ટીલની ડિશમાં પરચૂરણ મૂકવાની પ્રથા. જો કે અમુક ગ્રાહક ટિપ આપવી ન પડે એ માટે ગલ્લા પર જાતે જઈને બિલ ચૂકવી ચાલતી પકડતા.
આ બધું યાદ આવવાનું કારણ એ કે આજકાલ રેસ્ટોરાંના સ્ટાફકલ્યાણ માટે છેલ્લાં થોડાં વર્ષથી લેવામાં આવતો સર્વિસ ચાર્જ ચર્ચાનો વિષય બન્યો છે. રેસ્ટોરાંમાં જમ્યા બાદ જે બિલ તમારા હાથમાં (કે ચામડાંના ફોલ્ડરમાં) પકડાવવામાં આવે છે એમાં પાંચથી દસ ટકા જેટલો સર્વિસ ચાર્જ લેવામાં આવતો. એ ન લેવાનો આદેશ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (સીસીપીએ) દ્વારા રાજ્યોના ચીફ સેક્રેટરીઓને અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરોને આપવામાં આવ્યો છેઃ સર્વિસ ચાર્જને લગતી માર્ગદર્શિકાનો તત્કાળ અમલ કરાવો.
રેસ્ટોરાંવાળાની દલીલ છે કે આ બંધ થશે તો અમારે મેનુમાં ભાવ વધારવા પડશે તો મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ ઍન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે હા, એમ કરો અર્થાત્ સર્વિસ ચાર્જ લેવાને બદલે ભાવ વધારો ને એમાંથી સ્ટાફનું કલ્યાણ કરો.
મુંબઈમાં ચોપાટી અને થાણે જેવા વિસ્તારમાં શાકાહારી ભોજન પીરસતી રિવાઈવલ રેસ્ટોરાં ધરાવતા કમલેશભાઈએ સર્વિસ ચાર્જ લેવાનું બંધ કર્યું છે. એમના કહેવા મુજબ મોટા ભાગની રેસ્ટોરાંએ સર્વિસ ચાર્જ લેવાનું બંધ કર્યું છે. કમલેશ બારોટ કહે છેઃ ‘એક વાત અહીં એ સમજવાની જરૂર છે કે સર્વિસ ચાર્જ રેસ્ટોરાંમાલિકને નહીં, બલકે સ્ટાફને મળે છે. ગ્રાહક બિલ ચૂકવીને ટિપ આપે એ અમુક વેઈટર પૂરતી જ મર્યાદિત રહે, જ્યારે સર્વિસ ચાર્જની રકમ વેઈટર, કિચન-સ્ટાફથી લઈને દરવાન સુધી પહોંચે છે.’
Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.