આપણી ભાષાના સમ્માનીય સાહિત્યકાર દિનકર જોષીએ થોડા સમય પહેલાં ચિત્રલેખાને એક મુલાકાતમાં બાળપણનો આ પ્રસંગ કહેલો. જીવનમાં બનતા અમુક નાના-મોટા પ્રસંગો માણસનું કેવી રીતે ઘડતર કરે છે એ વર્ણવતો આ પ્રસંગ દિનકરભાઈ સાત-આઠ વર્ષના હતા ત્યારે બનેલો. પાંચસો-સાતસોની વસતિ ધરાવતા ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે દિનકરભાઈ એમના જીબાપા (પિતાના મોટા ભાઈ) અને અન્ય વડીલો સાથે નદીએ નહાવા જતા. એક સવારે નાહીને ઘરે પાછા આવતી વખતે કો'કના વિશે વાત નીકળતાં જીબાપા ગુસ્સે થઈ ગયાઃ અરે, એ તો આવો છે... એમ કહીને એ વ્યક્તિ માટે અપશબ્દો બોલ્યા. જીબાપાની વાત સાંભળીને એમની સાથેના વડીલો હસી પડ્યા.
સ્ટુડન્ટ્સ કેવી ભાષા વાપરે છે એનો સર્વે કરનારા પ્રોફેસર વૈભવ આશર-સૌરભ કોટલ: કૉલેજમાં છોકરા-છોકરી દ્વારા બોલાતી ગાળ વિશે એમનાં મા-બાપને જાણ કરીએ છીએ તો એ માનવાની ચોખ્ખી ના પાડી દે છે.
એ શબ્દનો દિનકરભાઈને અર્થ તો સમજાયો નહીં, પણ એમને લાગ્યું કે આ શબ્દો ફૂલ છે, સાંભળીને બધાને હસવું આવે છે. જ્યારે નાનાં પોતાની આસપાસ મોટેરાંને અપશબ્દો બોલતાં સાંભળે ત્યારે એમને એ શબ્દો સાવ સામાન્ય લાગે છે, અપશબ્દો લાગતા નથી.
એ સાંજે ફળિયામાં રમતાં દિનકરભાઈને એ અપશબ્દો બોલતાં સાંભળી જીબાપા અવાક્ થઈ ગયા. એમણે એક અડબોથ લગાવીઃ દિનુ... ક્યાંથી શીખી આવ્યો આ?
ગાલ પંપાળતાં દિનકરભાઈ કહેઃ જીબાપા, આજે સવારે તમે જ આ શબ્દ બોલેલા.
ઉત્તર સાંભળીને જીબાપા લેવાઈ ગયા. એ કહેઃ બેટા, બીજા ભલે બોલે, તારાથી આવા શબ્દો ન બોલાય.
સ્ક્રિપ્ટની ડિમાન્ડ કે દર્શક વધારવાનો પેંતરો? ચુવાપેઢીમાં ગાળના વધી રહેલા ચલણ માટે ઓટીટી પર આવતા વેબ-શો, ફિલ્મો એક મોટું કારણ.
દિનકરભાઈ કહે છેઃ ‘આજથી આશરે ૮૦ વર્ષ પહેલાં બનેલી આ ઘટના. આજે હું ૮૭નો થયો. આટલાં વર્ષોથી જીબાપાની આજ્ઞા મેં શિરસાટે પાળી છે, જીવનમાં હું ક્યારેય ગાળ બોલ્યો નથી.’
Denne historien er fra December 02, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 02, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...