મહેસાણાના આ મોલીપુર ગ્રાઉન્ડમાં રમાતી હતી ‘આઈપીએલ’ની મૅચ અને આ છે એના ‘ખેલાડીઓ’.
જુલાઈ મહિનાની એક સવાર. સમય અગિયારેક વાગ્યાનો.
ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ૬૩૦૦ની વસતિ ધરાવતા મોલીપુર ગામની સીમમાં એક મેદાનમાં ચેન્નાઈ ફાઈટર્સ અને ગાંધીનગર ચૅલેન્જર્સ ટીમના ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હતી. અહીં જનરેટર, વિડિયો કૅમેરા, લૅપટૉપ, એમ્પ્લિફાયર, એલઈડી ટીવી, હેલોઝન લાઈટ, લોખંડનાં મોટાં સ્ટૅન્ડ, વગેરે મૂકવામાં આવ્યાં હતાં. એક યુવક કૉમેન્ટ્રી આપતો હતો અને અમ્પાયર વચ્ચે વચ્ચે કોઈક સાથે વૉકીટૉકીથી વાત કરતો હતો.
આ મૅચ ખાસ જોવા માટે મહેસાણાથી અમુક જણ મોલીપુર આવેલા. જો કે એ વણનોતર્યા મહેમાન હતા. એમણે મૅચ વખતે ગામવાસીઓને જોયા નહીં એટલે ભારે આશ્ચર્ય થયું. વળી, મૅચનું વિડિયો કૅમેરાથી શૂટિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ થતું જોયું એથી રમત છાને છાને અને આયોજનબદ્ધ રમાતી લાગી. મહેસાણાવાસી મહેમાનોને શંકા ગઈ.
થોડી પળોમાં એમાંથી એકે ઊંચા સાદે કહ્યુંઃ સ્ટૉપ ઈટ. અહીંથી કોઈએ ખસવાનું નથી. ખેલાડીઓ, અમ્પાયર, કૉમેન્ટ્રેટર રીતસર ડઘાઈ ગયા. રમતમાં અચાનક ભંગ પડ્યો અને બાદમાં ભાંડો પણ ફૂટ્યો. એ હતો નકલી ક્રિકેટ ટુર્નામેન્ટનો ખેલ.. ને મહેમાનો હતા મહેસાણાની પોલીસ!
આપણે ત્યાં નકલી પોલીસ, નકલી સરકારી અધિકારી, નકલી ડૉક્ટર, વગેરેએ અમુક જગાએ રોફ જમાવીને નામ-દામ મેળવી લીધાંના ઘણા કિસ્સા બન્યા છે. એ યાદીમાં નામ ઉમેરાયું નકલી ક્રિકેટરોનું. ચોંકાવનારી વાત ગણો તો નકલી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો ખેલાયો હતો રશિયામાં. સંભવતઃ દેશમાં પ્રથમ વાર ગુજરાતમાં નકલી ક્રિકેટનો ખેલ ખેલાયો.
સૌ જાણે છે કે દેશના બીજા કરોડો લોકોની જેમ ગુજરાતવાસીઓ ક્રિકેટપ્રેમી છે. હવે તો અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે. ગુજરાતમાંથી અગાઉ ઘણી વાર ક્રિકેટ સટ્ટાકાંડ પકડાયા છે. હવે નકલી આઈપીએલ ક્રિકેટનું કૌભાંડ ખૂલ્યું.
Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.