સાંભળો જી, આવે છે - 5G
Chitralekha Gujarati|August 01, 2022
વીસમી સદીના અંતિમ દાયકામાં ઈન્ટરનેટના આગમને દુનિયા બદલી નાખી. ૨૧મી સદીના આરંભે મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટની સુવિધા આવી. વિશ્વને સાંકળતા આ બળવાન માધ્યમને 3G અને 4G ટેક્નોલૉજીએ ઝડપી બનાવી. એ બે કરતાં અનેક ગણી ઝડપી 5G ટેક્નોલૉજી હવે વિશ્વના ઘણા દેશોમાં કાર્યરત છે ત્યારે ભારત પણ આગામી દિવસોમાં 5G ટેક્નોલૉજીને ચાર હાથે અપનાવવા જઈ રહ્યું છે. કેવી રીતે બદલશે 5G આપણી દુનિયા?
સમીર પાલેજા (મુંબઈ) ।નિતુલ ગજ્જર (વડોદરા)
સાંભળો જી, આવે છે - 5G

ભણતરથી માંડીને કામધંધા સુધી બધું જ આજે ઈન્ટરનેટ થકી સરળ બન્યું છે. હવે તો ઈલેક્ટ્રોનિક ઉપકરણોનાં સંચાલનમાં પણ ઈન્ટરનેટની જરૂર પડે છે. આઠેક વર્ષ અગાઉ દોઢ ગિગાબાઈટ્સ ઈન્ટરનેટમાં આપણો આખો મહિનો નીકળી જતો, જ્યારે આજે એટલું જ ઈન્ટરનેટ આપણને દિવસભર માટે પણ ઓછું પડે છે. આવનારા સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ હજી વધશે, કારણ કે ટૂંક સમયમાં ભારતમાં પણ 5G ઈન્ટરનેટ કનેક્શન આવી રહ્યું છે.

૨૬ જુલાઈએ ભારતમાં ૭૨ ગિગાહર્ટ્ઝ જેટલા સ્પેક્ટ્રમનું લિલામ થવાનું છે, જેની મૂળ કિંમત ૪.૩ લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ગ્રુપની જિઓ ઉપરાંત વોડાફોન-આઈડિયા અને ભારતી ઍરટેલ એમાં બીડર્સ છે. અદાણી ગ્રુપે પણ પ્રાઈવેટ નેટવર્ક અને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે 5G લાઈસન્સ મેળવવા બીડ કરી છે.

સાદી ભાષામાં કહીએ તો 5G નેટવર્ક એટલે આપણે હાલ જેટલી સ્પીડનું ઈન્ટરનેટ વાપરીએ છીએ એના કરતાં આશરે ૧૦ ગણી વધુ ઝડપી ઈન્ટરનેટ સર્વિસ! ધારો કે અત્યારે આપણને એક ગિગાબાઈટ્સ ડેટા ડાઉનલોડ કરવામાં અંદાજે પાંચ મિનિટ થાય છે, પણ 5G કનેક્શનમાં આ ડાઉનલોડ પાંચ સેકન્ડથી ઓછા સમયમાં થશે. ઈન્ટરનેટના સતત વધતા વપરાશને પહોંચી વળવા ઝડપી અને સક્ષમ ઈન્ટરનેટ કનેક્શન આપવું જરૂરી છે. સાથે જ ઈન્ટરનેટને વપરાશકર્તા સુધી પહોંચાડતી સુવિધા અર્થાત્ નેટવર્ક સારું હોય તો જ આપણાં ઘર-ઑફિસ, વગેરેમાં ઈન્ટરનેટ બરાબર ચાલે છે.

એક રીતે જોવા જાવ તો ઈન્ટરનેટ એ અમર્યાદિત રીતે વહેતી ગંગા હોવાથી એ કોઈ દિવસ ખૂટી પડશે એવી બીક નથી, પરંતુ ઈન્ટરનેટને વપરાશકર્તા સુધી પહોંચાડવું એ ખરી ચૅલેન્જ છે. જો કે એના પણ વિવિધ કીમિયા શોધાયા છે અને દિવસે દિવસે વિકસિત થઈ રહ્યા છે. આપણે એને જનરેશન કહીએ છીએ, જેમ કે 1G, 2G, 3G, 4G અને હવે 5G.

Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra August 01, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
Chitralekha Gujarati

બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન

ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.

time-read
4 mins  |
December 02, 2024
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 mins  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 mins  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 mins  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 mins  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 mins  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 mins  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024