પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજીઃ સરકારી સ્કૂલ-કૉલેજમાં શિક્ષકોની ભરતી માટે લાંચના ૫૦ કરોડ ભેગા કર્યા?
ચા૨ દિવસમાં બે દરોડા. કબજે કરવામાં આવેલી કુલ રકમ ૫૦ કરોડ રૂપિયાથી વધુ. છોગામાં પાંચ કરોડનું સોનું અને બીજી અનેક મોંઘી ચીજવસ્તુ.
ક્યાં પાડવામાં આવ્યા હતા આ દરોડા?
પશ્ચિમ બંગાળના ઉદ્યોગમંત્રી પાર્થ ચેટરજીનાં ખાસ મૈત્રિણી એવાં અર્પિતા મુખરજીના ઘરે.
બંગાળના રાજકારણમાં ગરમાટો લાવી દે એવી આ ઘટના છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મોટા ઉપાડે પોતાના પક્ષના યશવંત સિંહાનું નામ ઘોષિત કરી પાટલીબદલુ જેવું નિવેદન કરનારાં બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી માટે આ દરોડા બહુ મોટા આંચકા સમાન હતા. આખરે તો પાર્થ ચેટરજી એમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા હતા.
મમતા બેનરજીએ કોંગ્રેસમાંથી છૂટા થઈ બંગાળમાં તૃણમૂલના નામે પોતાનો નોખો ચોકો બનાવ્યો એ વખતથી આ પાર્થ ચેટરજી એમની સાથે હતા. પક્ષની સ્થાપનાથી માંડી બહુ ટૂંકા ગાળામાં એનાં ઘડતર અને વિકાસમાં આ પાર્થબાબુનો પણ મોટો ફાળો હતો. એવા સાથીદારને ત્યાં (કહેવા ખાતર એમની મૈત્રિણીને ઘરે) દરોડા પડે અને ત્યાંથી કરોડો રૂપિયા મળે એટલે મમતા દીદીને આંચકો લાગે એ સહજ હતું. પહેલાં તો દીદીએ આખી વાતને ભાજપનું કાવતરું ગણાવી દીધું. એનું કારણ એ કે અર્પિતા મુખરજીના ઘરે દરોડા કેન્દ્ર સરકાર હસ્તકના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પાડ્યા હતા. ભાજપવિરોધી પક્ષના અનેક આગેવાનો અત્યારે ઈડીના નિશાન બની રહ્યા છે એટલે શરૂઆતમાં બંગાળની પ્રજાએ પણ મમતાની વાત માની લીધી. જો કે પછી તો મમતા જ હકીકત પામી ગયાં એટલે એમણે પાર્થ ચેટરજીને પ્રધાનપદેથી ગડગડિયું આપી દીધું. એટલું જ નહીં, એ પછી મમતાએ પાર્થબાબુની તરફેણમાં હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. પોતાનો જ રૂપિયો ખોટો હોય ત્યાં ઈડીને શું દોષ દેવાનો?
પાર્થબાબુની ધરપકડ થઈ એટલે જુદા જુદા રાજકીય પક્ષોને ‘તૃણમૂલ કોંગ્રેસ’ની ખિલ્લી ઉડાવવાનું કારણ મળી ગયું. કૌભાંડના પુરાવા એટલા સજ્જડ લાગ્યા કે મમતાએ આખા પ્રકરણમાંથી હાથ જ ખંખેરી નાખ્યા.
Denne historien er fra August 15, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 15, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.