શરીરસ્વાસ્થ્ય ગમે એટલું સારું હોય, પર્વતારોહણ અને એમાંય ૨૦,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈવાળાં શિખર સર કરવાનાં સાહસ એ દિમાગી ખેલ છે!
મુંબઈના પર્વતારોહક જયેશ ચોક્સીના આ શબ્દો છે.
મુંબઈ, થાણે, કલ્યાણ કે પુણેની પ્રકૃતિપ્રેમી પ્રજા માટે સહ્યાદ્રિની હારમાળા ટૂંકડી છે. એક સમય હતો, જ્યારે ચોમાસામાં શનિવારે રાતે ટ્રેકિંગ કરવા જનારાં કિશોર-કિશોરીઓથી હકડેઠઠ ભરાયેલી કર્જત લોકલ, પુણે પેસેન્જર ટ્રેન કે ભુસાવળ એક્સપ્રેસમાં ગુજરાતી ભાગ્યે જ જોવા મળતા. જો કે હવે તો ઘણા ગુજરાતી સાહસિકો ટ્રેકિંગ (પર્વતારોહણ) પર કે એક્સપિડિશન (લાંબી સફર) પર જતા થયા છે.
જયેશ ચોક્સી આવા જ એક સાહસિક છે. છ મહિના પહેલાં જ ૬૦ વર્ષ પૂર્ણ કરનારા છતાં જાતજાતનાં શિખર સર કરવાનો જુસ્સો ધરાવતા જયેશભાઈ કહે છે: ‘વીસેક વર્ષ પહેલાં મેં પણ સહ્યાદ્રિના ટ્રેક્સથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ મુંબઈમાં નૅશનલ પાર્કની વૉકના મિત્રો વિનોદ શાહ, મહેશ ચંદારાણા સાથે હિમાલયમાં નાના-મોટા ટ્રેક્સ કર્યા, પછી એક ક્ષણે એવું લાગ્યું કે વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે.’
જયેશભાઈ ઉમેરે છેઃ ‘જો કે વિચાર આવે ને માઉન્ટ એવરેસ્ટ સર કરવા નીકળી પડો એવું નથી હોતું. આવાં અઘરાં એક્સપિડિશન માટે રૉક ક્લાઈમ્બિંગની (ખડકો પર ચડવાની), રેપ્લિંગની (રસ્સીની મદદ વડે ઊંચા ખડક પરથી નીચે ઊતરવાની) તથા ઊંચાઈ પર બરફ પર ચાલવાની તાલીમ લેવી પડે. બરફના પહાડો પર વચ્ચે વચ્ચે પડી જતી ખાઈ (ક્રવાસ)ને ઓળંગવાની તથા સીડી મૂકી ક્રેવાસ ઓળંગવાની તાલીમ જેવી અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ લેવી જરૂરી છે. વળી, પર્વતારોહણ માટે દેશની અવ્વલ ક્રમની સંસ્થા નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટનિયરિંગ ૪૦ વર્ષથી મોટી ઉંમરનાને આ તાલીમ નથી આપતી એટલે અમારા જેવાએ કોઈ એવા પર્વતારોહકને શોધવા પડે, જે અમને આવું શીખવી શકે.’
દાઢી પર હાથ ફેરવતાં સ્મિત સાથે એ ઉમેરે છેઃ ‘સદ્નસીબે મને એવા પર્વતારોહક મળી ગયા. એમનું નામ શેખરબાબુ બચીનેપલ્લી! મૂળ હૈદરાબાદના અને રાષ્ટ્રપતિ એવૉર્ડ વિજેતા પર્વતારોહક. એમણે એવરેસ્ટ, મકાલુ જેવાં શિખર સર કર્યાં છે. વિશ્વના સાત ખંડોનાં સર્વોચ્ચ ગિરિશિખર, જેમને સેવન સમિટ્સ કહેવાય છે, એ પૂરાં કરનારી તથા ભારતની સૌથી નાની ઉંમરની પર્વતારોહક પૂર્ણા મલાવત પણ શેખરબાબુની તાલીમ હેઠળ હતી.’
Denne historien er fra October 10, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 10, 2022-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.